નવજીવન ન્યુઝ. સુરત ગ્રામ્ય : દક્ષિણ ગુજરાતમાં સિંહ બાદ હવે વાઘ ના દર્શન થઈ શકશે રાજ્યમાં બનશે વાઘ માટે પ્રથમ સફારી પાર્ક. ઝારખંડ બાદ ગુજરાતના દંડકારણય વન પ્રદેશ ડાંગ જિલ્લાના અને ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારના જાખાના અને જોગબારી ગામમાં વાઘનો સફારી પાર્ક બનાવવામાં આવશે. ફેબ્રુઆરી 2019માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. સિંહ બાદ હવે રાજ્યમાં વાઘ માટે પણ સફારી પાર્ક બનશે. રાજ્યમાં ત્રણ દાયકાઓ પછી વન પ્રદેશ ડાંગ જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે સાપુતારા પાસે સામગહાન રેન્જના વિસ્તારમાં વાઘ માટે સફારી પાર્ક બનાવવાનું નક્કી કર્યું છે. જેના માટે રાજ્ય વન વિભાગ દ્વારા 28.96 હેક્ટર જમીન નક્કી કરાઈ છે. આમ સિંહ, વાઘ અને દિપડો હોય તેવું દેશમાં ગુજરાત પહેલું રાજ્ય બને તેમ છે.
હવે ઝારખંડ બાદ ગુજરાતના ગિરિમથક સાપુતારા ના જાખાના અને જોગબારી ગામમાં વાઘનો સફારી પાર્ક બનાવવામાં આવશે. ફેબ્રુઆરી 2019માં મહિસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. આ વાઘ મહારાષ્ટ્રથી 300 કિમી અંતર કાપીને આવ્યો હતો. મહિસાગર તથા પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશ મહેરાએ પહેલી વખત વાઘને જોયો હતો અને તેની તસવીર ખેંચી લીધી હતી. જે વાયરલ થઈ જતાં વન વિભાગે તેની ખરાઈ કરવા જંગલમાં નાઇટ વિઝન કેમેરા ગોઠવ્યા હતા. વન વિભાગના માણસો સાથે કુલ 200 લોકો વાઘની ઈન્ફર્મેશન મેળવવાના કામે લાગી ગયા હતા. જે પછી વન વિભાગે કેમેરામાં તસવીરો કેદ થયા બાદ વાઘ હોવાની પુષ્ટિ પણ કરી હતી. ‘એશિયાઈ સિંહો’ના એક માત્ર ઘર ગણાતા ગુજરાતમાં એક સમયે વાઘની પણ વસ્તી હતી તેવું કહેવાય છે. મોટાભાગે વાઘ ડાંગના જંગલોમાં જોવા મળતા હતા. જોકે રાજ્યમાં વાઘોની સંખ્યા સતત ઘટતી ગઈ હતી.
આ અંગે સૌથી પહેલાં ચિંતા ત્યારે ઊભી થઈ જ્યારે વર્ષ 1979માં વાઘની સંખ્યા આંગળીઓના વેઢે ગણી શકાય એટલી જ ગુજરાતમાં રહી હોવાની વાત સામે આવી હતી. તેના દસ વર્ષ બાદ કરાયેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં માત્ર 13 જ વાઘ બચ્યા હોવાનું જાણવા મળ્યું. 1992ની વસ્તી ગણતરી અનુસાર રાજ્યમાં એક પણ વાઘ બચ્ચો નહોતો. ‘સૅન્ચુરી’ વેબસાઇટનો દાવો હતો કે, વર્ષ 1997માં ગુજરાતમાં વાઘ જોવામાં આવ્યો હતો. જો કે ફરી ક્યારેય કોઈ વાઘ રાજ્યમાં દેખાયો નથી, પણ ગુજરાતમાં વાઘ દેખાવાની વાતો સમયાંતરે સંભળાતી રહી છે. ડાંગ જિલ્લામાં વાઘનું સફારી પાર્ક બન્યા પછી ગુજરાતમાં ફરી વાઘ જોવા મળશે.








