લતીફ ભાગ-36: શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela એ કેશુભાઈ પટેલ Keshubhai Patel સામે બંડ પોકારતા ભાજપ BJP ની નેતાગીરી ક્ષોભજનક હાલતમાં મુકાઈ ગઈ હતી. ચારે તરફ લોકો ફિટકાર વરસાવી રહ્યાં હતાં. ભાજપ વિરોધ પક્ષ BJP opposition party ને જ લાયક છે અને ભાજપ BJP સત્તા સંભાળી શકે નહીં તેવી ટીકા થઈ રહી હતી. પરંતુ 1985ના કોમી તોફાન બાદ ભાજપે લતીફ Latif ના નામનો સહારો લઈ મતદારો રૂપી ગંગા પાર કરી તેવી જ રીતે ફરી એક વખત લતીફ Latif ના નામનો સહારો લઈ ભાજપે તેમની સામે આવી ઉભેલા રાજકિય સંકટમાં લતીફ Latif ના નામનો ઉપયોગ કરી પ્રજાનું ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કર્યો હતો. લતીફ Latif પકડાઈ ગયો છે તેવી વાતનું સત્તાવાર સમર્થન મળતા આખા ગુજરાતમાં કેશુભાઈ પટેલ Keshubhai Patel હિન્દુ હ્રદય સમ્રાટ હોવાના હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યા હતા. જેમાં લતીફ Latif પકડાઈ જવા માટેનો શ્રેય કેશુભાઈ પટેલ Keshubhai Patel ને આપવામાં આવી રહ્યો હતો. આ ઓછુ હોય તેમ સંખ્યાબંધ અભિવાદન કાર્યક્રમો યોજાવા લાગ્યા, જેમાં લતીફ Latif પકડાઈ જવા માટે ભાજપીઓ કેશુભાઈ Keshubhai નું જાહેર અભિવાદન કરવા લાગ્યા હતા.
મુળ પ્રશ્ન તરફથી ધ્યાન હટાવવાનો ભાજપ BJP નો આ પેતરો કંઈક અંશે સફળ રહ્યો હતો, પણ લતીફ Latif પકડાયો તે અંગે ગુજરાત પોલીસ Gujarat Police માં ધીરે ધીરે ગણગણાટ થવા લાગ્યો હતો. કેટલાંક અધિકારી લતીફ Latif પકડાયો હોવાની વાતને નકારી રહ્યાં હતાં. પરંતુ લતીફે Latif શરણાગતી સ્વીકારી હતી, જેને પોલીસ પોતાની બહાદુરી ખપાવી રહી હતી. આવુ તો પોલીસ Police અનેક વખત કરે છે, પણ તેના કરતાં પણ કંઈક મોટુ હોવાની ગંધ આવી રહી હતી. લતીફ Latif ને હાજર કરાવી તેની શરતો પ્રમાણે કામ કરવા માટે લતીફ Latif પાસે 1996માં 14 કરોડ જેવી માતબર રકમ ભાજપ BJP ના એક નેતા અને એસ સિનિયર પોલીસ અધિકારી લીધા હોવાની પણ વાત હતી. જો કે આ વાતનો કોઈ પુરાવો નથી. છતાં વાત તથ્યની નજીક હતી. અને જે રકમનો ઉલ્લેખ આવી રહ્યો હતો તેમાં ફેરફાર હોવાની શક્યતા હતી. તેની પાછળનો તર્ક પણ હતો. તે તર્ક માનવામાં આવે તો શરણાગતિની હોવાની વાતને સમર્થન મળતું હતું.
લતીફ Latif પાકિસ્તાન Pakistan ગયો ત્યાર બાદ તે કુલ 3 CM મુખ્યમંત્રીઓને શરણે આવવાની શરતી રીતે આવવાની વાત કરી ચૂક્યો હતો. પરંતુ તમામે તેની શરત માનવાનો ઈન્કાર કર્યો હતો. તેની શરત પ્રમાણે તેની તપાસ એક જ એજન્સી મારફતે કરાવવાની હતી અને તેવુ જ થયું. તેના તમામ કેસ ગુજરાત એટીએસ Gujarat ATS ને સુપ્રત કરી દેવામાં આવ્યા હતા, જે સુચક વાત હતી. તેને ડર હતો કે એ. કે. સિંગ A.K.Sing, અતુલ કરવાલ Atul Karwal, પી કે ઝા PK Jha, સતીષ વર્મા Satish Verma અને એ. કે. સુરોલીયા A.K.Surolia તેનું એન્કાઉન્ટર કરશે તેથી તેઓ લતીફ Latif ની પૂછપરછ કરશે નહીં, પણ એક જ એજન્સીને તપાસ સોંપાઈ ગઇ હોવાને કારણે હવે ક્યારેય લતીફ Latif ની આ પાંચ અધિકારીઓ પૂછપરછ પણ કરી શકવાના ન્હોતા. સંજોગો કહેતા કે લતીફ Latif ની ધરપકડ થઈ નથી પણ તે તેની શરતો પ્રમાણે હાજર થયો છે. જો તે વાત સાચી હોય તો લતીફ Latif જેલમાં બેસીને પણ પોતાની ગેંગ ચલાવી શકે તેમ હતો.
શંકરસિંહે Shankarsinh બળવો પોકારતા ભાજપના BJP સિનિયર નેતા અટલબિહારી બાજપાઈ Atal Bihari Bajpayee, લાલકૃષ્ણ અડવાણી LK Advani , વૈકયા નાયડુ Vaikaya Naidu અને ગોવિંદાચાર્ય Govindacharya જેવા નેતાઓ ગાંધીનગર Gandhinagar દોડી આવ્યા. દિવસોની મથામણ બાદ એક ફોર્મ્યુલા નક્કી થઈ તે પ્રમાણે કેશુભાઈ પટેલ Keshubhai Patel ને હટાવી અન્ય કોઈને પણ મુખ્યમંત્રી CM બનાવવા અને નરેન્દ્ર મોદી Narendra Modi ને ગુજરાત Gujarat ની બહાર મોકલી દેવામાં આવે. આમ શંકરસિંહે Shankarsinh એક સાથે બે પક્ષીઓનો શિકાર કર્યો. બાપુ Bapu માનતા હતા કે તેઓ હવે મુખ્યમંત્રી CM થઈ શકે તેમ છે પણ ભાજપે એક ચાલ ચાલી અને સુરેશ મહેતાને મુખ્યમંત્રી CM બનાવી દીધા. જો કે મોદી Modi ને ગુજરાત Gujarat બહાર મોકલી દેવાની શરત સ્વીકારી લેવામાં આવતા મોદી Modi ખાસ્સા નારાજ થયા હતાં. તેઓ માનતા હતા કે પોતાને હટાવવામાં આવે તેની પાછળ સંજય જોષી કારણભુત છે. આમ છ મહિનામાં ભાજપે કેશુભાઈ Keshubhai ને હટાવી સુરેશ મહેતાને બીજા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.
આ બઘી બાબતોમાં સરકાર અને પ્રજા તેમજ અખબારનું ધ્યાન લતીફ Latif તરફથી લગભગ હટી ગયુ હતું. ગુજરાત એટીએસ Gujarat ATS પાસે તમામ કેસ આવી ગયા હતા. એટીએસ ATS ના અધિકારીઓ એક પછી એક કેસની તપાસ કરી લતીફ Latif ના અલગ અલગ ગુનામાં રીમાન્ડ મેળવતા હતાં. લતીફ Latif અલગ અલગ કેસમાં કુલ છ મહિના પોલીસ રીમાન્ડ ઉપર રહ્યો હતો. કડક કિલ્લેબંધી વચ્ચે આવેલી એટીએસ ATS ઓફિસમાં લતીફ Latif સાથે કેવો વ્યવહાર થયો હતો તેની કોઈ જાણકારી બહાર આવી ન્હોતી. પણ કહેવાય છે કે લતીફ Latif ને કોઈ પોલીસ અધિકારીએ એક લાફો પણ માર્યો ન્હોતો, તેના કારણે કદાચ એટીએસ ATS ની ઓફિસમાં છ મહિના સુધી પોલીસ Police રીમાન્ડ ઉપર હોવા છતાં તેને જયારે સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail માં મોકલવામાં આવ્યો ત્યારે તેની હિમંત અને તાકાત વધી હોવાનું તેના ચહેરા ઉપર જોઈ શકાતું હતું. એટીએસ ATS દ્વારા એવી પણ રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી હતી કે લતીફ Latif નાં તમામ કેસ પણ જેલ Jail ની અંદર જ ચલાવવામાં આવે જેથી તેને જેલ Jail ની બહાર લઈ આવવાની આવશ્યકતા ઉભી થાય નહીં.
લતીફ Latif જેલ Jail માં ગયો ત્યારે તેનું સ્વાગત કરવા માટે તેની ગેંગના 82 સભ્યો તો અગાઉથી જ હતાં. સાબરમતી જેલ Sabarmati Jail ની અંદર પણ લતીફ Latif ભાઈનો દરબાર ભરાવવા લાગ્યો. ફેર માત્ર એટલો હતો કે તે પહેલા પોપટીયાવાડ Popatiyawad માં દરબાર ભરતો હવે તેના બદલે સાબરમતી જેલ Sabarmati Jail માં દરબાર ભરાતો હતો. લતીફ Latif જેલમાં રહીને પણ કેટલો ખુંખાર થઈ શકે છે તેની કોઈને કલ્પના ન્હોતી. સુરેશ મહેતા Suresh Mehta ની સરકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહી હતી કારણ કે શંકરસિંહ Shankarsinh તેમને શાંતિથી બેસવા દે તેમ ન્હોતા.
(ક્રમશ:)
PART – 35 | લતીફ ને પકડવા માટે ATS અને ક્રાઇમ બ્રાન્ચમા હોડ લાગી હતી પણ શુ થયુ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









