નવજીવન ન્યૂઝ.મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતે શુક્રવારે મુંબઈને લઈને મોટો દાવો કર્યો છે. તે સાથે જ તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો છે કે તે મુંબઈને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનું ષડયંત્ર રચી રહી છે. મુંબઈને કેન્દ્ર શાસિત રાજ્ય બનાવવાના પ્રયાસોના તેમની પાસે પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. રાઉતે કહ્યું કે આ આશયનું એક પ્રેજંટેશન પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રજુ કર્યા છે.
મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા રાઉતે આરોપ લગાવ્યો કે ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને પાર્ટીના નેતાઓ, બિલ્ડર્સ, વેપારીઓનું જૂથ આ ષડયંત્રનો ભાગ છે. મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગે MHA સમક્ષ રજૂઆત (આ જૂથ દ્વારા) કરવામાં આવી છે. આ માટે બેઠકો યોજવામાં આવી છે અને ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. આ બધું છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યું છે અને હું જે કહી રહ્યો છું તે સાબિત કરવા માટે મારી પાસે પુરાવા છે. મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે) પણ આ વિકાસથી વાકેફ છે.
સોમૈયા આ મામલે કોર્ટમાં જઈ શકે છે
રાઉતે દાવો કર્યો હતો કે આગામી કેટલાક મહિનામાં કિરીટ સોમૈયાની આગેવાની હેઠળનું જૂથ કોર્ટમાં જઈ શકે છે કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરાઠી લોકોની ટકાવારીમાં ભારે ઘટાડો થયો છે, તેથી મહાનગરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવો જોઈએ. રાઉતે કહ્યું કે સોમૈયાએ અગાઉ શાળાઓમાં મરાઠીને ફરજિયાત ભાષા બનાવવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો.
તમને જણાવી દઈએ કે, દાયકાઓથી મિત્રતા ધરાવતા શિવસેના-ભાજપ વચ્ચે આ દિવસોમાં ઘણી ટક્કર ચાલી રહી છે. રાઉત અને સોમૈયા વચ્ચેનો શાબ્દિક યુદ્ધ કોર્ટ સુધી પહોંચ્યો છે. રાઉતે સોમૈયા પર INS વિક્રાંતને બચાવવા માટે હેરાફેરી અને ભંડોળ એકત્ર કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલામાં સૈન્યના ભૂતપૂર્વ જવાને પણ સોમૈયા વિરુદ્ધ મુંબઈના ટ્રોમ્બે પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.








