નવજીવન ન્યૂઝ. ગોંડાઃ આસારામનો આશ્રમ ફરીએકવાર વિવાદોમાં સપડાયો છે. ઉત્તરપ્રદેશના આસારામ આશ્રમમાં કારની અંદરથી 13 વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે આશ્રમને સીલ કરીને તપાસ હાથ ધરી છે. જે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો છે તે છેલ્લા ત્રણ દિવસથી ગુમ હતી.
ઉત્તરપ્રદેશના ગોંડા ગામમાં કારની અંદરથી મળેલા કિશોરીનો મૃતદેહ અંગે આશ્રમના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું હતુ કે, કિશોરીનો મૃતદેહ મળેલી કાર લગભગ 8 મહિનાથી અહીં જ ઊભી છે. કારમાંથી અચાનક જ દુર્ગંધ આવતાં કારને ખોલીને જોવામાં આવી હતી. કારમાં જોતા જ છોકરીની લાશ દેખાઈ હતી. જેથી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવીને સિક્યોરિટી ગાર્ડની પૂછપરછ કરીને કારમાંથી મૃતદેહને બહાર કાઢીને કારને સીલ કરી દીધી હતી. કિશોરીની ઓળખ છુપાવવા માટે થઈને તેના ચહેરા પર કેમિકલ નાખવામાં આવ્યું છે.
મૃત કિશોરીના પિતા છેલ્લા ત્રણ વર્ષથી ગુમ છે. જે આજ દિન સુઘી મળ્યા નથી. કિશોરીની માતાએ જમીન વિવાદને લઈને સાત લોકો વિરુઘ્ઘ ફરિયાદ નોંઘાવી હતી. ત્યારે હવે કિશોરીનો મૃતદેહ મળતા પોલીસ ફોરેન્સિક ટીમની મદદથી તપાસ કરી રહી છે. ઉલેખ્ખનીય છે કે, સગીર છોકરી સાથે દુષ્કર્મના કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. આસારામ સામે વર્ષ 2013 દુષ્કર્મનો કેસ સામે આવ્યો હતો. આ કેસના ચુકાદો આવતા પાંચ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કોર્ટ સજા ફટકારતા આસારામ જોધપુર જેલમાં બંધ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











