નવજીવન ન્યૂઝ.બેંગલુરુઃ બેંગલુરુની 7 શાળાઓમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ હંગામો મચી ગયો છે. ધમકી મળ્યા બાદ એન્ટી બોમ્બ સ્કવોડે તપાસ હાથ ધરી છે. બેંગલુરુ શહેરના પોલીસ કમિશનર કમલ પંતે શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની સાત શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે અને પોલીસ ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.
શહેર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, “બેંગલુરુની શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકીઓ મળ્યા બાદ અમારી સ્થાનિક પોલીસ તેની તપાસ કરી રહી છે. પોલીસે આ તમામ શાળામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અનુસાર તપાસ ચાલી રહી છે.” કમિશનરે કહ્યું, “ઈમેલના આધારે, અમારી ટીમ ત્યાં સ્થળ પર તપાસ કરી રહી છે અને જ્યારે વધુ માહિતી આવશે, ત્યારે તેને શેર કરવામાં આવશે.”
શાળાઓને મેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, તેમાં લખવામાં આવ્યું છે કે તમારી શાળામાં ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. આ મજાક નથી. તાત્કાલિક પોલીસને આ બાબતે જાણ કરો.
#UPDATE | Karnataka: As of now, bomb threat mail has been received by schools. Local jurisdictional police searching/checking the spot. Bomb checking squad is also on spot. Mail has been received, and our personnel will check it: Kamal Pant, Commissioner of Police Bengaluru City pic.twitter.com/yMm6PfXEcp
— ANI (@ANI) April 8, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











