Thursday, April 16, 2026
HomeGujaratગીથા જોહરી ના હાથમા લાકડી હતી પણ આંખમાથી આંસુ વહી રહ્યા હતા

ગીથા જોહરી ના હાથમા લાકડી હતી પણ આંખમાથી આંસુ વહી રહ્યા હતા

- Advertisement -

લતીફ ભાગ-29: શરીફખાન Sharifkhan પોલીસ Policeજાપ્તામાંથી ફરાર થઈ ગયો છે તેવી જાણકારી અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમ Ahmedabad Police Control Room ને મળતા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch સહિતના તમામ અધિકારીઓ મીરઝાપુર Mirzapur વિસ્તારમાં દોડી આવ્યાં. હજી તેને ભાગી છુટી કલાક જ થયો હતો એટલે તે દુર નિકળી જવાની સંભવાના બહુ ઓછી હતી. પોલીસે શાહપુર Shahpur , કાલુપુર Kalupur અને દરિયાપુર Dariapurના અનેક ઘર અને ઓફિસોમાં દરોડા પાડવાની શરૂઆત કરી પણ તેનો ક્યાંય પત્તો ન્હોતો. શરીફ Sharif ને મદદ કરી શકે તેવા માણસોને પણ ઉપાડી 3 ડીગ્રી આપી પણ ખરેખર તેઓ પણ કંઈ જાણતા ન્હોતા.



જે પોલીસવાળાએ શરીફ Sharif માટે વિનંતી કરી તેને ફોન કરવાની વ્યવસ્થા કરાવી હતી તેને પણ ઉપાડી લાવ્યા. જો કે છતાં આખી ઘટનાનો કોઈ તાળો મળતો ન્હોતો. પણ શરીફખા Sharifkhan ને જે પીસીઓ PCO ઉપરથી ફોન કર્યો અને તે ફરાર થયો તે આખી ઘટના પુર્વયોજીત હોવાનું સ્પષ્ટ થતુ હતું. કારણ તે દુકાનને બે દરવાજા અને એક પાછળની તરફ ખુલે છે તે વાત શરીફ Sharifkhan ને લઈ આવનાર પોલીસવાળા જાણતા ન્હોતા પણ શરીફ Sharifkhan ને કઈ રીતે દુકાનની ભુગોળની ખબર પડી હતી તે મહત્વનો પ્રશ્ન હતો. તેનો અર્થ શરીફ Sharifkhan દુકાનના જે પાછળના દરવાજે ગયો ત્યાં પહેલાથી તેને લેવા માટે કોઈ હાજર હતું, પણ તે કોણ હતું અને તે શરીફ Sharifkhan ને ક્યા લઈ ગયા તેની તપાસ ચાલી રહી હતી.

હજી થોડા મહિના પહેલા દરિયાપુર Dariapur માં કોઈ ઘુસી શકતુ ન્હોતુ ત્યાં ઘુસવાની હિમંત ડીસીપી ગીથા જોહરી DCP Geetha Johri એ કરી હતી. તે ઓપરેશન દરમિયાન તેમની અને તેમના ઓફિસર માર્યા જવાની પણ પુરી શક્યતા હતી. આટલી મહેનત પછી પકડાયેલો શરીફ Sharif આટલી સહેલાઈથી પોલીસની બેદરકારી કહો અથવા નાનકડી લાલચ કહો તેના કારણે ભાગી છુટવામાં સફળ રહ્યો તે બધા જ માટે શરમજનક વાત હતી.



પહેલા તો ખુદ ગીથા જોહરી Geetha Johri અને તેમનો સ્ટાફ પણ શરીફ Sharif ને શોધવા માટે દોડી રહ્યો હતો. એક તરફ ગુસ્સો અને થાક બંન્ને ભેગા હતા. થાકીને ગીથા જોહરી Geetha Johri પોતાની ઓફિસ Office માં પાછા આવ્યા ત્યારે તેમણે કહ્યુ શરીફ Sharif ના જાપ્તામાં જે પોલીસવાળા હતા તે તમામને લઈ આવો, હવે એક માત્ર રસ્તો અને સંભાવના એવી હતી કે કદાચ આ પોલીસ ટીમ Police Team માં કોઈ સામેલ હોય અને શરીફ Sharif ને ભાગવામાં મદદ કરી હોય. જોહરી Johri એ મનોમન નક્કી કરી લીધુ હતું પોલીસવાળા આવે એટલે તેઓ પોલીસવાળા છે તે ભુલી જઈ એક ગુનેગાર સાથે પોલીસ Police વ્યવહાર કરે તેવો જ વ્યવહાર કરવો પણ શરીફ Sharif ને કોઈ પણ ભોગે ફરી પકડવો છે. જોહરી Johri નો સ્ટાફ મેડમનો ચહેરો જોઈ સમજી ગયો હતો કે આજે પોલીસવાળા પણ માર ખાવાના છે. જેવા જાપ્તામાં રહેલા પોલીસવાળાને લઈ ચેમ્બરમાં દાખલ થયા તેની સાથે જોહરી Johri ટેબલ ઉપર પડેલી સ્વેગર સ્ટીક ઉપાડી અને પોલીસવાળાના ચહેરાઓ જોયા. પણ જેવી નજર પોલીસ સબઈન્સપેક્ટર Police SubInspector તરફ પડી અને તેમના મોંઢામાંથી શબ્દ સરી પડ્યા દાદા આપને ઐસા કિયા.. આટલુ બોલતા જોહરી Johri ની આંખમાં આંસુ સરી પડ્યા અને તેઓ પાછા પોતાની ખુરશીમાં બેસી ગયા.

- Advertisement -

સબઈન્સપેક્ટર Subinspector પણ પોતાના આંસુ રોકી શક્યો નહીં, તેણે બે હાથ જોડી કહ્યુ મેડમ સચ બોલતા હું, મેને અપને લોગો પે ભરોસા કિયા વહી મેરી ગલતી હૈ. ત્યાં હાજર અન્ય પોલીસવાળા અને ડીસીપી ઓફિસ DCP Office ના સ્ટાફને ખબર જ પડી નહીં કે ડીસીપી જોહરી DCP Johri જે પોલીસવાળાની ધોલાઈ કરવાના હતાં પણ તે સબઈન્સપેક્ટર Subinspector ને જોઈ કેમ લાગણીશીલ થઈ ગયા? તેની પાછળનું કારણ એવુ હતું કે ડીસીપી ગીથા જોહરી DCP Geetha Johri આઈપીએસ IPS થઈ ગુજરાત આવ્યા ત્યારે પોલીસ એકેડમીમાં આ સબઈન્સપેક્ટર Subinspector મેડમના ઇન્સ્ટ્રક્ટર હતા અને મેડમ આઈપીએસ IPS હોવા છતાં કોન્સ્ટેબલમાંથી સબઈન્સપેક્ટર સુધી પહોંચેલા ઇન્સ્ટ્રક્ટરને મહેનત અને તેમની પ્રમાણિકતાને કારણે ખુબ માનની નજરે જોતા હતા. મેડમ જોહરી Johri ને એટલી તો ખબર પડી કે હતી શરીફ Sharif ની ભાગી છુટવાની ઘટના ગંભીર હતી પણ જાપ્તા પાર્ટીના સબઈન્સપેક્ટર Subinspector નો કોઈ મલીન ઈરાદો ન્હોતો. છતાં બેદરકારી પણ કેટલી ગંભીર પુરવાર થવાની હતી તેની તેમને ખબર હતી.



શરીફ Sharif ને શોધવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરી નાખ્યા પણ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં. મહિનાઓ પછી પોલીસને જાણકારી મળી કે શરીફખાન Sharifkhan પાકિસ્તાન Pakistan પહોંચી ગયો છે. જે આજે પણ ગુજરાત પોલીસ Gujarat Police ના ચોપડે વોન્ટેડ Wanted છે અને તેના નામની રેડ કોર્નર નોટીસ પણ નિકળેલી છે. આ ઘટના પછી અમદાવાદ પોલીસે Ahmedabad ગૃહ વિભાગને પત્ર લખ્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે લતીફ Latif ગેંગના કોઈ પણ સભ્યને હવે જેલ Jail માંથી કોર્ટની મુદતે લાવવા નહી પણ કોર્ટ હવે સાબરમતી જેલ Sabarmati Jail માં જશે. ગૃહ વિભાગે ક્રિમીનલ પ્રોસીઝર કોડ Criminal Procedure Code ની 268ની કલમ લતીફ Latif ના ગેંગસ્ટર Gangster ઉપર લગાવી દીધી હતી જેના કારણે હવે તેઓને જેલ Jail ની બહાર આવી શકાતા ન્હોતા.

(ક્રમશ:)



PART – 28 | શરીફખાન ને જોવા માટે કોર્ટમાં ટોળા આવતા પણ ખબર ન્હોતી શુ થવાનુ છે

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular