Friday, June 5, 2026
HomeGujaratઉના: આરોગ્ય કર્મીઓના આંદોલનનો પાંચમો દિવસ જિલ્લાના ૩૫૦ જેટલા કર્મીઓ આંદોલનમાં જોડાયા

ઉના: આરોગ્ય કર્મીઓના આંદોલનનો પાંચમો દિવસ જિલ્લાના ૩૫૦ જેટલા કર્મીઓ આંદોલનમાં જોડાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ગીર સોમનાથ જિલ્લા પંચાયત સેવા હેઠળના કર્મચારીઓનું આંદોલન શુક્રવારે પાંચમા દિવસમાં પ્રવેશ્યું છે ત્યારે કર્મચારીઓ દ્વારા ફરજ પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ઓનલાઇન રિપોર્ટિંગ બંધ રાખ્યું છે. જેના કારણે આરોગ્યની સેવાઓ પર આડકતરી અસર પડી રહી છે. આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના મુદ્દે સરકારને લડત આપી રહ્યા છે. ચોથી એપ્રિલે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધામાં નાખીને લડતને વધુ મજબૂત બનાવશે.



પંચાયત સેવા અંતર્ગતના રાજ્યના આરોગ્ય કર્મીઓ પગાર વધારા જેવી વિવિધ માંગણીઓ લઈને ઘણા સમયથી સરકાર સામે લડત આપી રહ્યા છે. અગાઉ આપેલી લડત રાજ્ય વ્યાપી હતી જો કે આ સમયે સરકારે બેકફૂટ પર આવીને આંદોલન કરી રહેલા કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક માંગણીઓ સંતોષવાની ખાતરી પણ આપી હતી, જો કે ત્યાર બાદ સરકારે આ મામલે કોઇ નિર્ણય નહીં કર્યાનો આક્ષેપ કર્મચારીઓના સંગઠન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કર્યો હતો. જેમાં ઊનાના ૬૩ તથા ગીર ગઢડા તાલુકાના ૪૨ સાથે જિલ્લાના આરોગ્ય કેન્દ્રોના કુલ ૩૫૦ જેટલા કર્મચારીઓ જોડાયા છે. જેમાં મલટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મેલ ફિમેલ સુપરવાઈઝર, ફાર્માસિસ્ટ, લેબટક, તાલુકા જિલ્લા સુપરવાઈઝરી સ્ટાફ જોડાયો હતો.

આ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી પરંતુ કામગીરી બાદ તેઓને તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે જે રિપોર્ટિંગ કરવામાં આવે છે તે બંધ રાખ્યું હતું. અત્યારે ટીબી નિયંત્રણ અને મેલેરિયા નિયંત્રણ ઝુંબેશ ચાલી રહી છે આ ઉપરાંત મમતા દિવસની કામગીરી, લેબોરેટરી ટેસ્ટ, ટીબીની ઓનલાઇન એન્ટ્રી, દવાઓની ઓનલાઇન એન્ટ્રીનું ડેઇલી વિકલી અને મંથલી ઓનલાઇન રિપોર્ટિંગ બંધ રાખ્યું હતુ. જ્યારે RTPCR સેમ્પલ અને કોવિડ ૧૯ પોઝિટિવ કેસોનું રિપોર્ટિંગ તથા આયુષ્યમાન કાર્ડની કામગીરી શરૂ રાખવામાં આવી હતી.



ગીર સોમનાથ આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ દિપસિંહ બારડે જણાવ્યુ હતુ કે, “ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા ચોથી એપ્રિલે કોવીડ ગાઈડ લાઈન મુજબ મર્યાદિત સંખ્યામાં સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન અને ધરણાંનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. જેમાં સમગ્ર રાજ્યમાંથી આરોગ્ય કર્મચારીઓ જોડાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાંથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અંદાજિત ૧૦૦ થી વધુ કર્મચારીઓ ઉપવાસ અને ધરણાના કાર્યક્રમ યોજશે.”
(સહઆભાર: ધર્મેશ જેઠવા)

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular