Friday, May 1, 2026
HomeGeneralમુંબઈમાં બેથી પાંચ ડિસેમ્બરે ૮૧મી આઇસીએસીની વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન

મુંબઈમાં બેથી પાંચ ડિસેમ્બરે ૮૧મી આઇસીએસીની વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન

- Advertisement -

ભારત પહેલી વખત કયુઆર કોડ ધરાવતા કસ્તુરી કોટન રજૂ કરશે

કોન્ફરન્સમાં ૩૫ દેશના ૪૦૦ પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે

બ્લોક ચીન ટેકનોલોજીને આધારે કસ્તુરી રૂનો સ્ટોક કયા પડ્યો છે તેની જાણકારી મેળવી શકાશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારત આગામી બેથી પાંચ ડિસેમ્બર સુધી, મુંબઈમાં ૮૧મી ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટીની વૈશ્વિક કોન્ફરન્સનું આયોજન કરશે. ૨૦૧૯ના કોરોના મહામારી પછીની આ પહેલી વ્યક્તિગત ઉપસ્થિતિવાળી બેઠક હશે. ભારત, બ્રાઝિલ, અમેરિકા, ઈજિપ્ત, સુદાન અને ફ્રાંસ આઇસીએસીના સ્થાપક સભ્યો છે. આ બેઠકમાં ભારત પહેલી વખત કયુઆર કોડ ધરાવતા કસ્તુરી રૂ રજૂ કરશે. ટેક્સટાઇલ સેક્રેટરી રચના શાહે કહ્યું કે આ કોન્ફરન્સમાં ૩૫ દેશના ૪૦૦ પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે.

આ કોનફરન્સમાં ભારતને અનોખી રીતે વિકસિત કસ્તુરી કોટન તેના ધ્યાનાકર્ષક બ્રાન્ડિંગ, અને પ્રમાણિત કરેલી નવી રૂ આવૃતિની જાગતિક બજારમાં ઉપસ્થિતિ રજૂ કરવાની તક મળશે. ચીન પછી ભારત બીજા નંબરે સૌથી મોટો રૂ ઉત્પાદક દેશ છે. બ્લોક ચીન ટેકનોલોજીને આધારે કસ્તુરી રૂનો સ્ટોક કયા પડ્યો છે તેની જાણકારી મેળવી શકાશે. આ અગાઉની ૮૦મી વૈશ્વિક કોન્ફરન્સ વર્ચુયલ પ્લેટફોર્મ પર નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૨માં મળી હતી.

- Advertisement -

ભારતમાં નબળી માંગને લીધે રૂના ભાવ મોટાપાયે ઘટી ગયા હોવાથી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ લઘુતમ ટેકાના ભાવે (મીડિયમ સ્ટેપલના ક્વિન્ટલ દીઠ રૂ. ૬,૬૨૦ અને લોંગ સ્ટેપલ રૂ. ૭,૦૨૦) બે લાખ ગાંસડી (૧૭૦ કિલો પ્રત્યેક) રૂ ખરીદ્યું હતું. એક વર્ષ અગાઉ ગુજરાત સંકર-૬ના ભાવ ખાંડી (૩૫૬ કિલો) દીઠ રૂ ૬૬,૦૦૦ હતા તે આજે રૂ. ૫૫,૮૦૦ મુકાય છે. સીસીઆઈ ગુજરાત અને ઓરિસ્સા સિવાયના રાજ્યોમાં સક્રિય પણે રૂ ખરીદી રહ્યું છે.

ભારતમાં રૂ ઉત્પાદન ૬ ટકા ઘટ્યું છે. કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૨૦૨૩-૨૪ના સુધારેલા અનુમાન મુજબ ઉત્પાદનનો નવો અંદાજ ૨૯૪ લાખ ગાંસડી મૂક્યો છે. અત્યારે દેશભરમાં રોજીંદી આવક ૧.૫ લાખ ગાંસડીની છે. ૧ ઓક્ટોબરથી શરૂ થયેલી નવી રૂ મોસમમાં ૪૭ લાખ ગાંસડી બજાર થઈ ગઈ છે, જે ગતવર્ષે આ સમયગાળામાં ૩૫ લાખ ગાંસડીની આવક નોંધાઈ હતી. સીસીઆઈના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર લલીત કુમાર ગુપ્તાએ કહ્યું કે અમે રોજીંદી આવકમાંથી ૮થી ૧૦ ટકા રૂ એમએસપી ભાવે ખરીદી રહ્યા છીએ. અમે ભાવ એમએસપીની નીચે જતા ના રહે તેની તકેદારી લઈ રહ્યા છીએ, આને લીધે ભાવ સ્થિરતા પણ સ્થપાઈ છે.

અમેરિકાના વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડના નવેમ્બર અહેવાલ માટે ટ્રેડરોમાં મતમતાંતર પ્રવર્તે છે. ૨૦૨૩-૨૪નું અમેરિકના રૂ ઉત્પાદન ૨.૭૩ લાખ ગાંસડીનો વધારો કરીને, જાગતિક વર્ષાન્ત સ્ટોક પણ ૧૬ લાખ ગાંસડી વધાર્યો હતો. ૨૯ નવેમ્બરે કોટલૂક “એ” ઇંડેક્સ નજીવો વધીને ૮૯.૭૦ મુકાયો હતો. અમેરિકન રો કોટન માર્ચ ૨૦૨૪ વાયદો ૭૯.૭૬ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) જ્યારે ચીનના ઝેંગજુહુ જાન્યુઆરી ૨૦૨૪ વાયદો ૧૯૫ યુઆન (૨૭.૪૫ ડોલર) વધીને ટન દીઠ ૧૫,૧૪૫ યુઆન બોલાયો હતો.

- Advertisement -

જાગતિક બજારમાં મંદીનો આંતરપ્રવાહ પ્રવર્તે છે. ભારતના સ્પીનીંગ મિલરો અને કોટન ટ્રેડરો પણ આ મોસમમાં સ્ટોક ઓછો રાખવા સક્રિય થયા છે. ભાવ નીચા હોવા છતાં ભારતનું રૂ આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવું મુશ્કેલ થઈ પડ્યું છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular