નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં ઘણા સમયથી હાર્ટએટેકના (Heart Attack) કેસોમાં સતત વઘારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોને આવી રહેલા એટેકને લઈને સૌ કોઇ ચિંતિત છે. સોશિયલ મિડીયામાં ઘણા વિડીયો સામે આવ્યા જેમાં કોઇ ગરબા રમતા કે મોબઇલ પર વાત લોકોને હાર્ટ એટેક આવે છે અને તેમનું મૃત્યુ થાય છે. આ મામલે નિષ્ણાતોનું માનવું છે કે, કોરોના પછી ઘણા બધા પરિબળોને કારણે હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેવામાં મળતી માહિતી મુજબ રાજકોટ (Rajkot) ભાજપના ઘારસભ્ય રમેશ ટીલાળાને (MLA Ramesh Tilala) હાર્ટ એટેક આવ્યો છે. જો કે આ મામલે ડોક્ટરે કોઇ ખાસ ચિતાં જેવું નથી તેની વાત કરી છે.
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસો અટકવાનું નામ નથી લઈ રહ્યા. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ એટેક અને તેનાથી થતાં મૃત્યુનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ એટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે ભાવનગરમાં 20 વર્ષિય મેડિકલ વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થઇ ગયું તો બીજી તરફ ધારાસભ્ય રમેશ ટીલાળાને પણ હળવો હાર્ટ એટેક આવ્યો છે.
પાપ્ત માહીતી અનુસાર, ભાવનગર મેડિકલ કોલેજના 20 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. જીગર ચૌધરી નામનો યુવક MBBSમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને ઊંઘમાં જ એટેક આવી જતાં મૃત્યુ થયું છે. જીગર મોડી રાત્રે પોતાના નિત્યક્રમ મુજબ સૂઇ ગયો હતો, ઊંઘમાં જ તેને એટેક આવી જતાં મૃત્યુ થઇ ગયું છે. અચાનક યુવકના મૃત્યુથી કોલેજ સહિત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તો બીજી તરફ ભાજપના રાજકોટથી ઘારાસભ્ય રમેશ ટીલાળા ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા, તે સમયે તેમની તબિયત લથળી હતી. બાદમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તપાસમાં તબીબોએ હળવો એટેક આવ્યો હોવાની વાત સામે આવી છે. હાલમાં ધારાસભ્યની તબિયત સારી હોવાનું સામે આવ્યું છે અને જરૂરી મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796