Friday, May 1, 2026
HomeGujaratપેપર કાંડ મામલો: તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને પદથી દૂર...

પેપર કાંડ મામલો: તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને પદથી દૂર કરો: યુવરાજસિંહ જાડેજા

- Advertisement -

નવજીવન. ગાંધીનગરઃ ગુજરાતમાં હેડકલાર્ક પેપર કાંડનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. હેડકલાર્ક પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેને લઇને આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અઘ્યક્ષ અસિત વોરાને રજૂઆત કરી હતી. જો કે પેપર કાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર બાબતને લઈને ગઈકાલે સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 11 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેને લઇને છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ બી મુજબ ગુનો દાખલ કર્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર જયેશ ઈશ્વરભાઈ પટેલ, જશવંત હરગોવનભાઈ પટેલ, દેવલ જશવંતભાઈ પટેલ (તમામ રહે. ઊંછા ગામ, પ્રાંતિજ) ધ્રુવ ભરતભાઈ બારોટ (રહે. વિરાટનગર તા. હિંમતનગર), મહેશ કમલેશભાઈ પટેલ (રહે. ન્યુ રાણીપ, અમદાવાદ), ચિંતન પ્રવિણભાઈ પટેલ (રહે ગામ વદડર, પ્રાંતિજ), કુલદિપ નલીનભાઈ પટેલ (રહે કાંણીયોલ ગામ, તા. હિંમતનગર), દર્શન કિરિટકુમાર પટેલ (રહે. મહાવીરનગર ગામ. હિંમતનગર), સતીષ ઉર્ફે હેપ્પી પટેલ (રહે. પાટનાકુવા ગામ તલોદ), સુરેશ રમણભાઈ પટેલ (તાજપુરી કુંડોલ, હિંમતનગર) અને મહેન્દ્ર એસ પટેલ (રહે. પોગલુ ગામ, પ્રાંતિજ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આજે ગાંધીનગરમાં અખબાર ભવન ખાતે પેપર કાંડ બહાર લાવનાર યુવરાજસિંહ જાડેજાએ મિડીયાને સંબોધન કરતા કહ્યું હતું કે પેપર લીક કાંડને લઈને પ્રાંતિજમાં જે ફરિયાદ નોંધવામાં આવી છે. એ ક્યાંકને ક્યાંક હળવી કલમો છે. અમે ઈચ્છે છે કે આ જે ગુનેગારો છે તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. અત્યારે માહિતી સામે આવી છે પેપર હિંમતનગરથી લીક થયું હતું. વર્તમાનમાં ગૌણ સેવા પસંદગી મંડળ આ ભરતી સાથે સીધું સંકળાયેલું છે. જેથી તેના અઘ્યક્ષ અસિત વોરાને પેપર કાંડ તપાસમાંથી દૂર કરવામાં આવે અને જો તપાસમાં તેમની સંડોવણી આવે તો તેની પર પણ કાર્યવાહી થવી જોઈએ.

- Advertisement -




વધુમાં જણાવતાં કહ્યું હતું કે, આજે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે બીજા આરોપીઓને પકડવાની કાર્યવાહી શરૂ છે. અમે ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે અમારી જોડે જે ગોપનીય પુરાવા છે. તે આપવા માંગીએ છે. જેથી બીજા આરોપીને પણ પકડવામાં મદદ રૂપ થશે. અત્યારે જે આરોપી પકડ્યા છે તે વચેટિયા હોય શકે છે. તેની ઉપર કોઈક હોવું જોઈએ તો જ આ પ્રકારે કાંડ થઈ શકે છે. એટલા માટે અમારી સરકારને વિનંતી કરીએ છે કે પેપર લીક કાંડમાં જળમૂળેથી કોભાંડીઓને પકડવા પડશે. ભૂતકાળમાં જે પેપર લિંક થયા હતા અને અત્યારે જે પેપર લીક થયું છે તેની પદ્ધતિ જેવી જ રહી છે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular