Friday, April 17, 2026
HomeGujaratAhmedabadજયસુખ પટેલ પર કાયદેસર કાર્યવાહી માત્ર દેખાડો હતો ? સરકારી વકીલે જ...

જયસુખ પટેલ પર કાયદેસર કાર્યવાહી માત્ર દેખાડો હતો ? સરકારી વકીલે જ કર્યું જામીન માટે સમર્થન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગયા વર્ષે મોરબીમાં આવેલો ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટના (Morbi Bridge Collapse) બની હતી. મોરબીનો ઝુલતો પુલ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ (Oreva MD Jaysukh Patel) સામે કાયદેસરની કાર્યવાહી કરતાં તેમને પણ જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ઓરેવા ગ્રૂપના ચેરમેન જામીન માટે હાઈકોર્ટ (Gujarat High Court) પહોંચ્યા હતા. આજે હાઈકોર્ટમાં જયસુખ પટેલની હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલે જ જામીન માટે સમર્થન આપવાના સમાચાર સામે આવતા સવાલ થાય છે કે શું સરકાર પણ 135 લોકોના મોત માટે જવાબદાર આરોપીને જેલમુક્ત કરાવવા ઈચ્છે છે?

પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલ પણ આરોપી છે. ઓરેવા કંપનીની બેદરકારીને લીધે મોરબીનો ઝુલતો પુલ તૂટ્યો હોવાનો તપાસ સમિતિએ રિપોર્ટ આપ્યો હતો. તપાસ સમિતિના રિપોર્ટ બાદ જયસુખ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. 10 આરોપીઓની ધરપકડ બાદ 6 આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા હતા. જ્યારે ચાર આરોપીઓ હજી પણ જેલમાં છે. ઓરેવા ગ્રૂપના ચેરમેન જયસુખ પટેલે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં થઈ રહેલા વિલંબને કારણે જયસુખ પટેલ જામીન માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. પણ સુપ્રીમ કોર્ટે જામીન અરજીની સુનાવણી માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને હાઈકોર્ટમાં જામીન અરજી ચલાવવાનો આદેશ કર્યો હતો. ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આજે જયસુખ પટેલની જામીન અરજી પર હાથ ધરાયેલી સુનાવણીની વિચિત્ર વાત એ છે કે, સરકાર પક્ષે રહેલા વકીલે જ જયસુખ પટેલના જામીન માટે સમર્થન કર્યું હતું.

- Advertisement -

વધુમાં સરકારી વકીલે જયસુખના બચાવમાં એવી પણ દલીલ કરી કે, જયસુખ પટેલના જેલમાં રહેવાથી તેમના ધંધાને અસર થશે. આમ તો સામાન્ય માણસ જ્યારે કોઈ ગુનો કરી બેસે છે ત્યારે સરકારી વકીલો આરોપીના વિરોધમાં ધારદાર દલીલો કરે છે. કોઈ સંજોગે આરોપીને છોડી ન શકાય તેવી રજૂઆતો કરતાં હોય છે ત્યારે જયસુખ પટેલના જમીન માટે સમર્થન કરવું એ વાતાઓ સંકેત કરે છે કે સરકાર પણ ઈચ્છે છે કે જયસુખ પટેલના જામીન મંજૂર થાય. સરકાર તરફે દલીલકરી રહેલા વકીલોની ફરજ છે કે કેસની ગંભીરતાને ધ્યાને લઈ પોતાની રજૂઆત કરે. સામાન્ય માણસ અને વગદાર માણસ વચ્ચે કાયદામાં ભેદ ન હોય તે સ્પષ્ટ વાત છે. જો કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સરકારે પણ આવી નૈતિકતા નેવે મૂકી હોય તે રીતે 135 લોકોના મોત માટે જવાબદાર આરોપીની પડખે ઊભું રહ્યું છે. જો કે હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. પણ સરકાર તરફે ઊભા રહેલા વકીલ જ જ્યારે આરોપીના જામીન માટે સમર્થન કરતાં હોય ત્યારે સરકાર કોર્ટ પાસે ન્યાય અપાવશે તેવી અપેક્ષા કેવી રીતે રાખી શકાય?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular