નવજીવન ન્યૂઝ.છત્તિસગઢઃ કહેવાય છે કે બાળકોની જીદ સામે ભગવાનને પણ નમવું પડ્યું છે. બાળકો મનથી સાચા હોય છે, તેઓ જ્યારે ઈચ્છે ત્યારે માગ રાખે છે. તાજેતરમાં, બાળકોએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલના હેલિકોપ્ટરમાં સવાર થવાનો આગ્રહ કર્યો. આવી સ્થિતિમાં બાળકોની જીદ સામે મુખ્યમંત્રીને ઝુકવું પડ્યું હતું અને શાળાના બાળકોને હેલિકોપ્ટર પર તેમને ફેરવવા પડ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ ક્યૂટ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો છત્તીસગઢની રઘુનાથપુર સ્કૂલનો છે. મુખ્યમંત્રી આ શાળાના ધોરણ 2 ના બાળકો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ વર્ગમાં ભણતી સ્મૃતિએ સીએમ ભૂપેશ બઘેલને પૂછ્યું કે હું હેલિકોપ્ટરમાં ક્યારે બેસીશ? જવાબમાં સીએમએ કહ્યું- 12માં ટોપ કર્યા પછી. પરંતુ સ્મૃતિની જીદ સામે સીએમને ઝૂકવું પડ્યું હતું. સ્મૃતિએ સહપાઠીઓ સાથે સીએમના હેલિકોપ્ટરમાં સવારી કરી.
बचपन की ज़िद ऐसी ही प्यारी होती है!😍
रघुनाथपुर स्कूल में कक्षा2 की स्मृति ने CM @bhupeshbaghel से पूछा कि मैं हेलिकॉप्टर में कब बैठूँगी। CM का जवाब था 12वीं में टॉप करने के बाद। लेकिन स्मृति के बाल हठ के सामने CM को झुकना पड़ा। स्मृति ने सहपाठियों के साथ CM के 🚁 की सवारी की।😎 pic.twitter.com/b3EkRD3C7P
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) May 6, 2022
આ વીડિયો એનડીવીના વરિષ્ઠ પત્રકાર ઉમાશંકર સિંહે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ સીએમ ભૂપેશ બઘેલના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરતાં કહ્યું- ખૂબ જ ઉમદા કામ. કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું- સીએમને બાળકો સામે નમવું પડ્યું.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને 30 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તે જ સમયે, આ વીડિયો પર 3 હજારથી વધુ લોકોની લાઈક્સ આવી છે. જો જોવામાં આવે તો આ વિડિયો ખૂબ જ હ્રદયસ્પર્શી છે. CMએ બાળકોના દિલની વાત લીધી.








