નવજીવન ન્યૂઝ. પાલનપુર: Palanpur News: ગુજરાતી પ્રખ્યાત ગાયક કલાકાર (Gujarat Folk Singer) કિર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં છે. દેશ, વિદેશમાં કાર્તિદાન ગઢવીએ લોકડાયરાઓથી (Lokdayro) એક અલગ જ ઓળખ પ્રાપ્ત કરેલી છે. અમેરિકા,ઓસ્ટ્રેલિયા, કેનેડા ,ન્યુયોર્ક સહિતના દેશઓમાં તેમના અવાર-નવાર ડાયરો યોજાતા હોય છે. ત્યારે તેમના પર થતા રૂપિયાના વરસાદના કારણે તેઓ અનેક વખત ચર્ચામાં આવ્યા છે. પરંતુ હવે તેઓ ચર્ચામાં આવ્યા છે કારણ કે બનાસકાંઠાના (Banaskantha) પાલનપુરમાં (Palanpur) તેમના પર ડાયરા (Dayro) દરમિયાન સોના-ચાંદીના સિક્કાનો વરસાદ (Gold- silver Coins Rain) વરસ્યો હતો.
કિર્તિદાન ગઢવી ગુજરાત લોકડાયરામાં ખૂબ જાણીતું નામ છે અને જયાં પણ તેઓ લોકડાયરો કરે છે ત્યાં મોટી સંખ્યામાં તેમનો ચાહક વર્ગ તેમના પર પ્રેમ વરસાવતા હોય છે. ક્યારેક તેઓ મોટી માત્રામાં ચણલી નોટોનો વરસાદ પણ કરતા હોય છે. અત્યાર સુધી ભારતીય ચલણી નોટો, અમેરિકાના ડોલર જેવા વરસાદ લોકગાયકો પર થતી સાંભળી હશે પણ ગુજરાતમાં પ્રથમ વખત લોકગાયક પર સોના- ચાંદીના સિક્કાનો વરસાદ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠાના પાલનપુર ખાતે માનવ સેવા ટ્રસ્ટ અને રઘુવંશી પરિવાર દ્ઘારા જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત લોકડાયરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં લોકગાયક કિર્તિદાન ગઢવી ઉપસ્થિત રહી ડાયરાની રમઝટ બોલાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સમયે તેમના ચાહકોએ મોજમાં આવી જઈ એક કરોડ રૂપિયાના ચલણી નોટોની સાથે સોના-ચાંદીના સિક્કા પણ તેમના પર વરસાવ્યા હતા. આ દૃષ્ચો જોઈ હાજર સૌ કોઈમાં કૂતુહલ સર્જાયું હતું અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થવા લાગ્યો હતો.
ડાયરામાં ઉપસ્થિતિ સૌ કોઇ થનગની ઉઠ્યા હતા કેટલાક લોકો સંગીતના તાલે નાચવા લાગ્યા હતા. તેમજ રૂપિયા 20, 50 અને 100ની ચલણી નોટોથી આખું સ્ટેજ ભરાઈ ગયુ હતું. જોકે આટલેથી પણ ન અટકતા સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો હતો. હાલ આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
TAG: Palanpur News, Kirtidan Gadhvi Video Viral, gold and silver coins Rain in Dayro
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








