નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Clash News: વડોદરામાં (Vadodara) રામનવમીના (Rama Navami) દિવસે બે જૂથ અથડામણના (Group Clash) બનાવ સામે આવ્યા છે. આ જૂથ અથડામણ ત્યારે થઈ જ્યારે શહેરમાં ભગવાન રામની શોભાયાત્રા (Shobha Yatra) નીકળી હતી. રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા દરમિયાન ફતેપુરા ગરનાળા પોલીસ ચોકી નજીક પથ્થરમારો (Stone Pelting) થયો હોવાની વિગતો સામે આવી છે. પથ્થરમારાના બનાવને પગલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પરિસ્થિતીને કાબુમાં લીધી છે. બીજી તરફ પોલીસે (Vadodara Police) ટ્વિટર મારફતે જણાવ્યું છે કે કોઈ પથ્થરમારો કે લાઠીચાર્જનો બનાવ નથી બન્યો.

પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાતમાં આજે ભગવાન રામના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવળી કરવામાં આવી છે. ત્યારે આજે વડોદર શહેરમાં પણ ભગવાન રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા પથ્થરમારાની ઘટના બની હતી. આ જૂથ અથડામણના કારણે વાતાવરણમાં તંગદિલી ફેલાઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલો કાબૂમાં લીધો હતો.
પથ્થરમારાની ઘટના બાદ વડોદરા શહેર પોલીસના ACP સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ પરિસ્થિતીને કાબુમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભરતા પારખી પોલીસકર્મીઓ હેલ્મટ અને લાકડીઓ લઈ રોડ પર ઉતરી આવ્યા હતા. જોકે કેટલીક જગ્યાએ પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. વડોદરાનો આ વિસ્તાર સંવેદનશીલ હોવાથી સ્થિતી વધુ ન બગડે તે માટે પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.

શોભાયાત્રામાં થયેલા પથ્થરમારા અંગે DCP ઝોન 3 યશપાલ જગાનીયાએ જણાવ્યું કે, સિટી પોલીસ સ્ટેશન નજીક શોભાયાત્રા દરમિયાન એક મસ્જીદ પાસે થોડું ઘર્ષણ થયું હતું. તેમાં કોઈ મુદ્દો બન્યો નથી. હાલ આ વિસ્તારમાં શાંતિ છે, શોભાયાત્રા પોતાના રૂટ પર આગળ ગઈ છે, લોકો જે એકત્રીત થયા હતા તેમને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે, પથ્થરમારામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી અને વિસ્તારમાં પૂરી શાંતી છે, હાલમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉલ્લખનીય છે કે, સમગ્ર બાબતે વડોદરા શહેર પોલીસ દ્વારા એક ટ્વીટ કરી જણાવામાં આવ્યું છે કે, રામનવમીની શોભાયાત્રા દરમિયાન કોઈ પથ્થરમારો થયો નથી, શોભાયાત્રા સામાન્ય બોલાચાલી પછી શાંતિપૂર્ણ ચાલી રહી છે, અત્યારે ચુસ્ત બંદોસ્ત ગોઠવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસની નાગરિકોને કોઈ પણ જાતની આવી અફવાઓથી સાવધાન રહેવાની અપીલ. આમ પોલીસ દ્વારા પથ્થરમારો થયાની ઘટનાની વાતને સત્તાવાર સમર્થન મળતું નથી પરંતુ કેટલાક મીડિયાના વિઝ્યુલ પરથી જણાય છે કે પથ્થરમારો અને અરાજકતા ફેલાઈ તેવી ઘટના ચોક્કસ થઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796