Wednesday, December 11, 2024
HomeGujaratલાશ કોઈની પણ હોય, ત્યાં તેનો આત્મા ન્યાય માટે ભટકતો હોય છે

લાશ કોઈની પણ હોય, ત્યાં તેનો આત્મા ન્યાય માટે ભટકતો હોય છે

- Advertisement -

હમણાં વડોદરાના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની તેમની જ પત્ની સ્વીટી પટેલની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવી, સ્વીટી પટેલ ગુમ થયા પછી બે મહિના થયા છતાં વડોદરા પોલીસ ગોકળગાયની ગતીએ તપાસ કરી રહી હતી, એક પોલીસ ઈન્સપેકટરની પત્ની ગુમ થાય, આમ છતાં વડોદરા પોલીસ જે રીતે કામ કરી રહી હતી, તેની ઉપરથી અંદાજ આવે ભગવાન ના કરે કે તમારા અને મારા જેવા સામાન્ય માણસ સાથે આવુ કઈક બને તો પોલીસ કેટલી સક્રિયતા દાખવશે, વડોદરા પોલીસ બીનકાર્યક્ષમ હતી તેવુ પણ નથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જે ઝડપ અને ચપળતાથી કેસ ઉકેલી નાખ્યો, એટલી જ સક્ષમતા વડોદરા પોલીસ પાસે હતી અને છે, સવાલ ઈચ્છા શકિત અને ઈરાદાઓનો હતો, વડોદરાની આ ઘટનાને કારણે હું વડોદરા પોલીસના સંસ્મરણોમાં ખોવાઈ ગયો, પોલીસની ઈચ્છા શકિત હોય તો પોલીસ કેવા કામ કરી શકે તેવી કેટલીક ઘટનાઓ મને યાદ આવી.

Advertisement

- Advertisement -




2015માં મારી બદલી વડોદરા થઈ, કામના ભાગ રૂપે મારો પરિચય એક પોલીસ ઈન્સપેકટર સાથે થયો, તેઓ પોતાના કામમાં પ્રમાણિક હોવાને કારણે થોડોક સ્વભાવ આકરો પણ ખરો, છતાં માણસ તરીકેને માર્ક આપવા હોય તો એકસો માંથી એકસો માર્ક આપવા પડે, જો કે પોલીસમાં માત્ર સારો માણસ હોવો પુરતુ નથી, સારા માણસની સાથે શ્રેષ્ઠ પોલીસ અધિકારી હોવુ પણ જરૂરી હોય છે, પોલીસ સ્ટેશનના પગથીયા કોઈ સ્વેચ્છાએ ચઢતુ નથી, જયારે કોઈ આરો ના હોય ત્યારે જ સામાન્ય માણસ મદદ માટે પોલીસના દ્વારે આવે છે. પોલીસના દરવાજે આવેલો માણસ કોઈ પણ હોય પણ પ્રશ્ન જીવન મરણનો જ હોય છે,આપણી શાસન વ્યવસ્થા જ એવી છે કે પોલીસ સ્ટેશનમાં હોય કે સરકારી કચેરી પણ ત્યાં જનાર કોણ છે તેના આધારે તંત્રની સક્રિયતામાં વધારો અને ઘટાડો થાય છે કારણ આપણે તમામને મન માત્ર માણસની કોઈ કિમંત નથી, માણસ કોણ છે, કયાં હોદ્દા ઉપર છે, કેટલી સંપત્તીનો માલિક છે, ભવીષ્યમાં આપણને કેટલો મદદરૂપ થઈ શકે છે તેના આધારે સરકારી કચેરીમાં આવનારને આવકાર અથવા જાકારો મળે છે.

હું જે પોલીસ ઈન્સપેકટરની વાત કરી રહ્યો છુ, તેમની કામ કરવાની પધ્ધતી કઈક આવી હતી, દરેક પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેકટરની સામે એક બોર્ડ હોય છે, આ બોર્ડમાં કોર્ટની તારીખ કયારે છે, અધિકારીની મિટીંગ કયારે છે, વગેરે નોંધ લખવામાં આવે છે જેથી કરી ફરજ ઉપરના અધિકારીને કોર્ટની તારીખ અને મિટીંગ યાદ રહે છે, આ પોલીસ ઈન્સપેકટરના બોર્ડ ઉપર આવી નોંધ તો રહેતી પરંતુ તેની સાથે જે ગુનાઓનો ભેદ ઉકેલાયો નથી , ખાસ કરી કોઈની હત્યા થઈ હોય, પછી તે શ્રીમંત હોય કે કોઈ રસ્તે રઝળતો ગરીબ માણસ હોય તેનું ચિત્ર અને નોંધ કરી રાખતા હતા, આ જરા વિચિત્ર બાબત હતી, આ અંગે તેમને જયારે મેં પુછયુ ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું જયારે રોજ સવારે ઓફિસમાં આવુ ત્યારે મને આ બાર્ડ યાદ અપાવે કે હજી કયુ કામ મેં કર્યુ નથી, ખાસ કરી જેમની હત્યા થઈ છે, તેમને ન્યાય મળે તે ખુબ જરૂરી હોય છે હું મારા સ્ટાફને કાયમ કહુ છુ કે આપણા માટે મરનાર કોણ છે તેના કરતા મરનાર માણસ હતો તે જ મહત્વનું છે.

- Advertisement -

Advertisement




મરનાર વ્યકિત પોતાને ન્યાય મળે તે માટે કઈ કરી શકતો નથી, માણસ તો મરી જાય છે પરંતુ તેનો આત્મા ન્યાય મળે તે માટે ભટકતો હોય છે, તે આત્માને ન્યાય અપાવવાનું કામ પોલીસનું છે. આ તો હત્યાની વાત થઈ, પણ કેટલીક નાની ઘટનાઓ પણ માણસના જીવનમાં બહુ મહત્વની હોય છે, આ પોલીસ ઈન્સપેકટરની નાઈટ ડયુટી હતી, રાત્રે પેટ્રોલીંગમાં હતા ત્યારે તેમણે રસ્તાના કિનારે એક કારને પાર્ક થયેલી જોઈ, ડ્રાઈવીંગ સીટમાં બેસી એક માણસ સુઈ રહ્યો હતો, તેમણે પોતાની જીપ ઉભી રખાવી સાથે રહેલા સ્ટાફને કારમાં જઈ તપાસ કરવાનું કહ્યુ, સ્ટાફે કારમાં બેઠેલા માણસને ઉઠાડયો, તે એકદમ ઝબકી બહાર આવ્યો તે માણસનો પહેરવેશ કોઈ કંપનીના એકઝીકયુટીવ જેવો હતો, ઈન્સપેકટર પોતાની જીપમાં બેઠેલા હતા, તેમણે કારમાંથી આવેલા માણસની પુછપરછ કરી, પોલીસની નજર પારખી નજરને સમજાઈ ગયુ કે કાર ચાલકે દારૂ પીધો છે, કાર ચાલક ખુબ ડરેલો હતો.

- Advertisement -

Advertisement




કાર ચાલકે કહ્યુ સાહેબ હું સોફટવેર એન્જીનિયર છુ, મહિના પહેલા નોકરી છુટી ગઈ, નોકરી શોધવા રોજ ફરુ છુ, પણ કામ મળી રહ્યુ નથી, ડીપ્રેશનમાં આવી ગયો, આજે દારૂ પીધો, પણ હવે આ સ્થિતિમાં ઘરે જઈશ તો, પત્ની નારાજ થશે અને ગુસ્સો કરશે એટલે કારમાં જ સુઈ ગયો હતો, ઈન્સપેકટર વિચારમાં પડી ગયા, કાયદો તો કહેતો હતો કે કેસ કરવો જોઈએ, પણ અંદરનો માણસ કહેતો હતો તેને મદદ કરવી જોઈએ, ઈન્સપેકટરે પોતાની ડાયરીમાં યુવકની ડીગ્રી અને કામની નોંધ લખી અને કહ્યુ અત્યારે તુ ઘરે જા, આવતીકાલે સવારે આવી મને પોલીસ સ્ટેશન મળજે, કાર ચાલક ડરેલો હતો, તેને ઈન્સપેકટરનો વ્યવહાર ખબર પડી નહીં, બીજા દિવસે તે ડરતો ડરતો પોલીસ સ્ટેશનમાં આવ્યો, ઈન્સપેકટરના ચહેરા ઉપર સ્મીત હતું તેમણે પેલા યુવકને કહ્યુ ફલાણી કંપનીમાં મેં તારી નોકરી માટે વાત કરી છે, તેઓ તને કામ આપવા તૈયાર છે, જા હવે નોકરી ઉપર લાગી જા, પેલો યુવક ત્યાં રડી પડયો, એક મહિના પછી પેલો યુવક હાથમાં પેંડાના બોકસ સાથે આવ્યો તેની નવી નોકરીનો પહેલો પગાર હતો.

આમ એક પોલીસ અધિકારી ડંડા પછાડયા વગર પણ સામાન્ય માણસના જીવનમાં બહુ કામ કરી શકે છે આ તેનું ઉત્તમ ઉદાહરણ છે, સામાન્ય માણસને પોલીસને ડર લાગે છે, અને પોલીસથી દુર રહેવાનું પસંદ કરે છે, પરંતુ સારા પોલીસ અધિકારીની સંખ્યા પણ નાની નથી, પણ સારી ઘટનાઓ આપણા સુધી પહોંચતી નથી અથવા બહુ મોડી પહોંચે છે જો મનમાં ઈચ્છા શકિત હોય તો નાનો પોલીસવાળો પણ બહુ મોટુ કામ કરી જાય છે.

Advertisement




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular