Friday, March 24, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International
No Result
View All Result
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ
No Result
View All Result
Home Gujarat

ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન તૈયાર કરતાં કોચ…

admin by admin
July 31, 2021
in Gujarat, ક્ષિતિજ, જીવનશૈલી, લાઇફ સ્પેસ
Reading Time: 1 min read
0
ગ્રેટેસ્ટ ઓલિમ્પિયન તૈયાર કરતાં કોચ…
1
SHARES
7
VIEWS
Share on FacebookShare on TwitterWhatsappTelegram

ઓલિમ્પિક ખેલાડીઓ જે રીતે ઊંચાઈ આંબે છે તેમાં ઘણી ખરી ભૂમિકા કોચની હોય છે. શ્રેષ્ઠ કોચિંગ ન મળે તો ખેલાડી મૅડલ જીતવા સુધી પહોંચતાં નથી. સુવિધા અને સંસાધનો સાથે મૅડલ મેળવવામાં અગત્યનું ફેક્ટર કોચિંગ છે. અને એટલે જ ‘ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ’એ પણ ગ્રેટ કોચિંગના દસ ક્વોલિટીને બયાન કરતું એક લખાણ વેબસાઇટ પર મૂક્યું છે. ભારત તરફથી ટોક્યોમાં પ્રથમ મૅડલ મેળવનાર મીરાબાઈ ચાનુના કિસ્સામાં તે ભૂમિકા વિજય શર્માએ નિભાવી છે. વિજય શર્મા છેલ્લા પાંચ વર્ષથી મીરાબાઈને કોચિંગ આપી રહ્યાં છે. કોચિંગનું મહત્વ સ્પોર્ટ્સમાં સર્વોપરી રહ્યું છે. ઓલિમ્પિકમાં કોચિંગની ભૂમિકા માત્ર રમત શીખવવા પૂરતી મર્યાદીત રહેતી નથી, બલકે તેણે માર્ગદર્શક, સ્પોર્ટ્સ સાઇકોલોજીસ્ટ અને એક મેનેજર સુદ્ધાની ભૂમિકા અદા કરવાની હોય છે.

Advertisement




ગ્રેટ પ્લેયર્સના કોચિંગ વિશે વાત કરીએ ત્યારે તેમાં અત્યાર સુધી ઓલિમ્પિક ઇતિહાસમાં સૌથી વધુ મૅડલ જીતનારા માઇકલ ફ્લેપ્સના કોચ બોબ બૉવમેનનું પ્રથમ લેવું પડે. હાલ તેઓ અમેરિકાના એરિઝોના સ્ટેટના સ્વિમિંગ કોચ છે, પણ ફ્લેપ્સના ઉગતા કાળમાં બૉબ બૉવમેન તેમના કોચ રહી ચૂક્યા છે. માઇકલ ફ્લેપ્સને ‘ઑલ ટાઇમ ગ્રેટ ઓલિમ્પિયન’ તરીકે ઘડવામાં બૉબ બૉવમેનની ભૂમિકા અગત્યની રહી છે. બૉબે આ કેવી રીતે કર્યું તે માટે તેમણે ‘ધ ગોલ્ડન રુલ્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં જીવન-કાર્ય દ્વારા વિશ્વસ્તરના પર્ફોમન્સ સુધી કેવી રીતે પહોંચી શકાય તેવાં કેટલાંક નિયમો દર્શાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે : માનસિક મજબૂતાઈ, મોટા સપનાં જોવા અને દબાણ હેઠળનું પ્રદર્શન.

બૉબ પુસ્તકમાં લખે છે ‘જ્યારે પણ તમે મોટા ધ્યેય રાખીને સપનાં જુઓ છો ત્યારે તે તમારા માટે ખૂબ આનંદની વાત બને છે. તમે એવી કલ્પના કરો કે તમે પાણીમાં દમદાર પર્ફોમન્સ આપી રહ્યા છો, અન્યોથી અનેક ગણું ગતિમાં સ્વિમિંગ કરી રહ્યા છો, તે ખરેખર આનંદદાયી છે.’ તેઓ કહે છે ‘જ્યારે તમે આવું મોટું ધ્યેય અચિવ કરતાં માંગતા હોય તો એક ક્ષણ માટે પણ તમે તમારા ફોકસથી ધ્યાન હટવું ન જોઈએ.’ તેઓએ પુસ્તકના એક ચેપ્ટરને નામ ‘સક્સેસ હેપન્સ ઇન ધ ડાર્ક’ આપ્યું છે. આ ચેપ્ટરમાં તેઓ લખે છે, ‘આપણે ઝગમગતી લાઇટ, રેકોર્ડ બુક્સ, પોડિયમ અને સન્માન પાછળ ભાગીએ છીએ. પરંતુ આ બધાં જ પરિણામ પાછળ તમારે તનતોડ મહેનત છે જે અંધકારભર્યા ટ્રેઇનિંગથી શરૂ થાય છે.’ અને સ્વિમિંગનો દાખલો આપતાં કહે છે તે માટે તમારે મહિનાઓ અને વર્ષોના વર્ષો કંટાળ્યા વિના સ્વિમિંગ કરવાનું થાય છે.

‘ધ ગોલ્ડન રૂલ્સ’માં તેમણે આવી અનેક ગુરુચાવી આપી છે, જેનાથી ખેલાડી થાક્યા, હાર્યા કે કંટાળ્યા વિના પ્રેક્ટિસ સેશન અવિરત રાખી શકે. અને એટલે જ તેઓએ લખ્યું છે કે ‘માસ્ટર ધ પ્રોસેસ, ધ રિઝલ્ટ વિલ કમ’. આવાં અનેક સજેશન સાથે બૉબ આજે પણ અમેરિકાના હજારો સ્વિમર્સને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.

Advertisement




ફ્લેપ્સની જેમ જ વર્તમાન યુગનો ગ્રેટેસ્ટ એથ્લેટીક યુઝેન બોલ્ટ છે. જમૈકાનો આ દોડવીર અકલ્પનીય રીતે દોડે છે. તેના નામે ઓલિમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ દર્જ છે. સો, બસો અને ચારસો મીટર રેલેમાં તેનો રેકોર્ડ હજુય અકબંધ છે. યુઝેન રિટાયર્ડ થઈ ચૂક્યો છે પણ તેનો રેકોર્ડ આજે પણ તેની હાજરી પુરાવે છે. ‘ગ્રેટેસ્ટ સ્પ્રિન્ટર ઑફ ઓલ ટાઇમ’નું બિરુદ મેળવનાર યુઝેન બોલ્ટ ગ્લેન મિલ્સ રહ્યા છે. જમૈનાના ઓલિમ્પિક હેડ કોચ તરીકે ગ્લેન મિલ્સે ત્રણ દાયકા સુધી જવાબદારી નિભાવી છે અને તેમના હાથ નીચે યુઝેન બોલ્ટ, રે સ્ટિવર્ટ અને કિમ કોલિન્સ જેવાં દમદાર ખેલાડી ઊભર્યા છે. ગ્લેન મિલ્સે વર્લ્ડ ક્લાસ પર્ફોમન્સ અર્થે એક વિશેષ ટ્રેઇનિંગ કાર્યક્રમ ઘડ્યો છે અને તે આધારે તેઓ ખેલાડીઓને ટ્રેઇનિંગ કરાવે છે. આ વિશેષ ટ્રેઇનિંગના જોરે જ તેઓ અત્યાર સુધી પોતાના દેશને 33 ઓલિમ્પિક મેડલ્સ અને 71 વર્લ્ડ ચેમ્પિયનશીપ અપાવી શક્યા છે. આ વિશેષ ટ્રેઇનિંગ કાર્યક્રમ શું છે તે જાણીએ. ગ્લેને કાર્યક્રમમાં ત્રણ દિવસ અતિ કપરી ટ્રેઇનિંગના રાખ્યા છે. તે પછીના બે દિવસ એથ્લેટિક ફ્લેક્સિબિલિટી, રીકવરી અને વેઇટ લૉસ પર કાર્ય કરે છે. ‘લૉન્ગ ટુ શૉર્ટ પ્લાન’ને અનુસરીને બે દિવસ અઠવાડિયામાં આરામના તેઓ આપે છે, જે દિવસોમાં મસાજનું સેશન હોય છે. યુઝેન બોલ્ટ જ્યારે ગ્લેનની હાથ નીચે ટ્રેઇનિંગ અર્થે આવ્યા ત્યારે બોલ્ટનું પર્ફોમન્સ ખૂબ નબળું હતું. ઉપરાંત બોલ્ટની ટેકનિક પણ યોગ્ય નહોતી. ઇજા પણ તેની રમત બગાડી રહી હતી. આમ બોલ્ટ બધી બાજુએથી પરેશાન હતા. આ કિસ્સામાં પાયાથી કામ કરવાનું હતું અને તે માટે ગ્લેને ‘નાના સ્ટેપ લઈને મોટું પરિણામ મેળવવાની’ ટેકનિક અપનાવી. ગ્લેન માને છે કે શરીરનું અયોગ્ય સંતુલન ગંભીર ઇજા લાવે છે અને તેથી જ સૌપ્રથમ બોલ્ટનાં પોશ્ચર પર કામ કર્યું અને તેમાં પણ થાપાના ભાગમાં વધુ ફ્લેક્સિબિલિટી માટે, જેથી બોલ્ટનું ઉપરનું શરીર વધુ સંતુલિત અને મજબૂત બન્યું.

યુઝેન ગ્લેન વિશે કહે છે કે, ‘તેઓએ મને ગ્રેટ એથ્લેટિકમાં જ સ્થાન અપાવ્યું તેવું નથી, બલકે મને બહેતર વ્યક્તિ પણ બનાવ્યો. ઘણી વાર કોચિંગ યંત્રવત્ થાય છે પણ ગ્લેનની ટેકનિક વેગળી છે. અને ઉપરાંત ગ્લેન એવું માને છે કે કોચ માત્ર રમત પૂરતો મર્યાદિત નથી, બલકે તે એથ્લેટના જીવનના દરેક પાસાંમાં ઇન્વોલ્ડ હોય છે.’ આ સિવાય પણ અનેક બાબતો એવી છે જે કારણે ગ્લેન જમૈકાના અથ્લેટીકોને વર્લ્ડ ક્લાસ બનાવી શક્યા છે.

Advertisement




કોચિંગમાં આવું જ એક નામ છે ગ્રેગ ટ્રોયનું. તેઓ અમેરિકાના સ્વિમિંગ ટીમના કોચ રહી ચૂક્યા છે. 1996થી 2008 સુધી તેઓ અમેરિકાના ઓલિમ્પિક મેન્સ સ્વિમ ટીમના આસિસ્ટન્ટ કોચ રહ્યા. 2012માં લંડન ઓલિમ્પિક દરમિયાન તેઓએ હેડ કોચની ભૂમિકામાં રહ્યા. ગ્રેગ પોતાની અનોખી કોચિંગ સ્ટાઇલથી અમેરિકામાં વિખ્યાત થયા છે અને તેમની કોચિંગ સ્ટાઇલ વધુ લોકો સુધી પહોંચાડવા ‘ઇટ્સ નેવર ઇઝી’ નામનું પુસ્તક પણ તેમણે લખ્યું છે. અમેરિકામાં અને પશ્ચિમી દેશોમાં સ્વિમિંગ ખૂબ કમ્પેટેટિવ સ્પોર્ટ્સ છે. આ ગળાકાપ સ્પર્ધા વચ્ચે ટકવું અને અવ્વલ આવવા માટે ગ્રેગ જે કેટલીક બાબતો પર ફોકસ કરવાનું કહે છે તેમાં જે-તે ગેમ વિશેનું પૂરતું જ્ઞાન. ગ્રેગે ખેલાડીઓની પોતાની આગવી ટેકનિક વિશે ઘણું કાર્ય કર્યું છે. તમામ સ્વિમર્સ એકબીજાથી અલગ છે અને તેમની ટ્રેઇનિંગ સેશન પણ એ જ રીતે ઘડવા જોઈએ તેવું ગ્રેગ માને છે. કોચમાં આવું જ ખ્યાતિ ધરાવતું નામ ડેવ બ્રેઇલ્સફોર્ડનું છે. તેઓ બ્રિટિશ સાઇકલિંગ કોચ છે અને તેઓએ પોતાના કાર્યકાળમાં બ્રિટિશ ટીમ પાસે શ્રેષ્ઠ પર્ફોમન્સ અપાવી શક્યા છે. તેઓ અન્ય કોચથી વેગળા છે તેનું એક કારણ તેમની ‘માર્જિનગ ગેઇન્સ’ ટેકનિક છે. આ ટેકનિકથી તેઓ ધીરે ધીરે આગળ વધવામાં માને છે. આ ટેકનિકનો સિદ્ધાંત છે કે તમે બધી જ રીતે જ્યારે પડી ભાંગો ત્યારે એક એક ડગ માંડીને આગળ વધો અને જ્યારે તેનું તમે પૂરું ચિત્ર જુઓ તો તમે તમારા પ્રયાસમાં ખાસ્સા આગળ વધી ચૂક્યા હશો. આટલું જ નહીં પણ તેઓ ખેલાડીને રાતરે કેવી રીતે આરામ મળે તેનું પણ ધ્યાન રાખે છે અને તે માટે કયા ગાદલાં કે ઓશિકા ઉપયોગમાં લઈ શકાય તેમાં પણ સંશોધન કર્યું છે.

આ જ રીતે ચીનના જીહોન્ગ ઝો (Jihong Zhou) નું નામ પણ કોચ તરીકે વિશ્વમાં લેવાય છે. જીહોન્ગ ઝોની કારકિર્દી ડાઇવર તરીકે આરંભાઈ અને પછી તેમણે પછીથી પૂરી ચીનના ડાઇવર્સને કોચિંગ આપવાનું આરંભ્યું. તેઓ ડાઇવર્સને ખૂબ વહેલી ઉંમરે પસંદ કરી લે છે અને પછી તેના પર કામ કરે છે. મૂળે વાત ઓલિમ્પિક્સના કોચિંગના ફંડાથી આપણાં જીવનનો પાઠ લેવાનો છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ ધ્યેય નિર્ધારીત કરીએ છીએ પછી તેના પાછળની શિસ્તથી અનુસરતાં નથી. ઓલિમ્પિક કે અન્ય સ્પોર્ટ્સમાં સૌથી પહેલાં શિસ્ત આવે છે અને પછી આકરી મહેનત. આ નિયમ સર્વત્ર લાગુ પડે છે અને આ ગ્રેટેસ્ટ કોચના ફન્ડા જાણીને તે સાબિત પણ થાય છે.

Advertisement




Post Views: 56
Previous Post

લાશ કોઈની પણ હોય, ત્યાં તેનો આત્મા ન્યાય માટે ભટકતો હોય છે

Next Post

યુદ્ધની માહિતી કેમ જાહેર થતી નથી?

admin

admin

Related Posts

Ahmedabad Police Nabbed Murder Accused
Ahmedabad

લગ્નેતર સબંધના કારણે પતિએ આ રીતે કરી પત્નીની હત્યા, પોલીસે આરોપી ઝડપી પાડ્યો

by Navajivan News Team
March 23, 2023
SMC Raid in Ahmedabad
Ahmedabad

અમદાવાદમાં SMCએ દરોડો કરી ખાડો ખોદતા મળ્યો ગેરકાયદેસર સામાનનો ખજાનો

by Navajivan News Team
March 23, 2023
Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

by Navajivan News Team
March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

by Navajivan News Team
March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

by Navajivan News Team
March 23, 2023
Next Post
યુદ્ધની માહિતી કેમ જાહેર થતી નથી?

યુદ્ધની માહિતી કેમ જાહેર થતી નથી?

ADVERTISEMENT

Recommended

રોકાણકારોનો ક્રિપ્ટોમાં વિશ્વાસ ભંગ થશે તો સોનાની મોટી તેજીના મંડાણ

રોકાણકારોનો ક્રિપ્ટોમાં વિશ્વાસ ભંગ થશે તો સોનાની મોટી તેજીના મંડાણ

November 14, 2022
સુરતઃ પત્નીના મૃતદેહ પાસે તે બેઠો અને Video બનાવ્યો, પછી જાણો શું કર્યું

સુરતઃ પત્નીના મૃતદેહ પાસે તે બેઠો અને Video બનાવ્યો, પછી જાણો શું કર્યું

February 11, 2022

Categories

Don't miss it

Ahmedabad Police Nabbed Murder Accused
Ahmedabad

લગ્નેતર સબંધના કારણે પતિએ આ રીતે કરી પત્નીની હત્યા, પોલીસે આરોપી ઝડપી પાડ્યો

March 23, 2023
Khalistan supporter threaten gujarati in London
International

વિદેશની ધરતી પર ખાલિસ્તાની સમર્થકે ગુજરાતીને ઘરમાં ઘુસી મારવાની ધમકી આપતા મામલો ગરમાયો

March 23, 2023
SMC Raid in Ahmedabad
Ahmedabad

અમદાવાદમાં SMCએ દરોડો કરી ખાડો ખોદતા મળ્યો ગેરકાયદેસર સામાનનો ખજાનો

March 23, 2023
Bad Road in Virpur
Rajkot

જલારામ બાપાના વીરપુરના માર્ગોની દુર્દશાથી સ્થાનિકઓ અને ભાવિકો પરેશાન, વચનો નહીં કામ કરોની ઉઠી બુમ

March 23, 2023
Woman death stray dog in rajkot
General

રાજકોટમાં રખડતા શ્વાનને કારણે મહિલાનું મોત, શ્વાનનો અનહદ આતંક હોવાનો ઉઠ્યો અવાજ

March 23, 2023
Jignesh Mevani illegal Mining Eco semsitive zin Gir
Gir Somnath

ગીર સોમનાથના ઈકો સેન્સેટીવ ઝોનમાં ગેરકાયદેસર ખનન મામલે જીજ્ઞેશ મેવાણીએ કરી રજૂઆત

March 23, 2023
Gujarati News, Gujarat Politics News, ગુજરાતી સમાચાર | નવજીવન ન્યૂઝ

© 2022 Navajivan News .

Navigate Site

  • About us
  • Contact Us
  • Advertise with us

Follow Us

No Result
View All Result
  • Gujarat
    • Ahmedabad
    • Gandhinagar
    • Surat
    • Vadodara
    • Rajkot
    • Anand
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • Morbi
  • National
  • Entertainment
    • Viral Video
    • Viral News
    • Bollywood
  • Video News
  • Business
  • Prashant Dayal
    • Series
      • Dying Declaration
      • Gujarat Darubandi Series
      • Deewal Series
      • Nadaan Series
      • Latif Series
    • Jivati Varta
    • What’s new by Prashant Dayal
  • International

© 2022 Navajivan News .

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist