નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરામાંથી તાજેતરમાં ગુજરાત Gujarat ATS દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી. અત્યાર સુધીમાં નાના મોટા ડ્રગ્સ પેડલરો પોલીસની પકડમાં આવતા હતા. પરંતુ ગુજરાત ATS દ્વારા આખી ફેક્ટરી ઝડપી પાડવામાં આવતા ગુજરાત ડ્રગ્સનું હબ બની રહ્યું હોય તેવી સ્થીતી ઊભી થઈ છે. જોકે વડોદરાના સિંધરોટમાંથી ડ્રગ્સની ફેક્ટરી (md drug factory seized from Sindhrot ) ઝડપાયા બાદ અનેક દિશાઓમાં પોલીસની તપાસ ચાલી રહી છે. ત્યારે એક ચોંકવનારી વિગત સામે આવી રહી છે.
ડ્રગના કારોબારનો થયો પર્દાફાશ
ગુજરાત ATS દ્વારા સિંધરોટમાંથી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATS ડ્રગ્સની ફેક્ટરી અંગે તપાસ કરતાં આ ફેક્ટરીના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. આ ડ્રગ્સકાંડમાં અનેક મોટા સંડોવાયેલા હોવાની આશંકાએ ઉંડાણ પુર્વક તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ ફેક્ટરી પર દરોડો પાડીને ફેકટરીમાંથી વિનોદ નિજામા, સૌમિલ પાઠક, ગોવિંદ કટારિયા, મોહંમદ શફી ઉર્ફે જગ્ગુ મિસ્કીન દીવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી.
આ વાત ATSને ગળે ઉતરતી નથી !
ફેક્ટરી પરથી ઝડપાયેલા આરોપીની પુછપરછ કરવામાં આવતા 2 મહિના અગાઉ આ ફેક્ટરી સૌમિલ પાઠક અને મુંબઇના ડ્રગ્સ ડીલર સલીમ ડોલાએ ચાલુ કરી હતી. 2 મહિનાની અંદર ડ્રગ્સના 3 કન્સાઈનમેન્ટ મુંબઈ ખાતે મોકલવામાં આવ્યા હતા. જોકે આ ફેક્ટરી સૌમિલ પાઠક અને સલિમ ડોલા ચલાવતા હોય તેવી વાત ગુજરાત ATSના ગળે ઉતરતી નથી. આ ડ્રગ્સ ફેક્ટરી પાછળ કોઈ મોટો ચહેરો છે જ્યારે આ બે માત્ર નાના પ્યાદા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સલિમ ડોલા પોલીસ પકડથી દુર છે. સલિમ ડોલા ઝડપાયા બાદ જ દુબઈમાં રૂપિયાના હવાલો કોની સાથે કરવામાં આવતો હતો જાણકારી મળી શકે છે. ડ્રગ્સ કેસમાં ઈન્ટરનેશનલ રેકેટ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ડ્રગ્સ ફેક્ટરીના તાર ક્યા સુધી પહોંચશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








