Sunday, November 8, 2026
HomeGeneralવડોદરા: તળાવમાંથી 2000ની નોટના તરતા બંડલ મળ્યા, પોલીસ પણ ચોંકી

વડોદરા: તળાવમાંથી 2000ની નોટના તરતા બંડલ મળ્યા, પોલીસ પણ ચોંકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરાના તળાવમાંથી લાખોની 2000ની નોટો જોવા મળતા સ્થાનિકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ગત 18 જૂને PM મોદીના કાર્યક્રમના અગાઉના દિવસે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવમાંથી 2000ની નોટોના બંડલ મળી આવ્યા હતા. સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.



વડોદરામાં લેપ્રસી મેદાનમાં PM મોદીનો કાર્યક્રમ યોજાયો હતો. તે દિવસ પૂર્વે વડોદરાના આજવા રોડ ખાતે આવેલા કમલાનગર તળાવની સાફ-સફાઈ કરવા માટે કેટલાક શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા હતા. તે દરમિયાન એક શ્રમિકની નજર તળાવમાં તરી રહેલી એક કોથળી પર પડી હતી. જેમાં ચલણી નોટોના બંડલ હતા. તેણે તરત જ સાથી શ્રમિકોને કહ્યું અને તળાવ પાસે હાજર રેલવે કોન્સ્ટેબલને જાણ કરી હતી. રેલવે કોન્સ્ટેબલે તળાવમાં ચલણી નોટોના બંડલને તરતા જોઈને ચોંકી ઉઠ્યો હતો. રેલવે કોન્સ્ટેબલે તરત જ આ અંગેની જાણ શહેર પોલીસ કરી હતી.

વડોદરા પોલીસને જાણકારી મળતા બાપોદ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે તળાવમાં રહેલા નોટોના બંડલ જપ્ત કરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા હતા. તળાવમાંથી મળેલી નોટોમાં ફૂગ લાગી ગઇ હોવાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નોટોનું બંડલ ચાર-પાંચ દિવસ અગાઉ ફેકવામાં આવ્યું હશે. તળાવમાંથી મળેલી 2000ની નોટને બેન્કમાં લઈ જઈને તપાસ કરતાં બધી જ નોટ અસલી હોવાનું સામે આવ્યું હતું. તળાવમાંથી મળેલી 2000ની નોટની કુલ કિંમત 5.30 લાખ રૂપિયા છે. 2000ની નોટનું બંડલ તળાવમાં કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહ્યું છે. પોલીસે અત્યાર સુધી 15 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા છે પરંતુ ચલણી નોટ કોણ ફેકી ગયું તે અંગે કોઈ જાણકારી મળી નથી. જો કે ચલણી નોટ મળી તેના આસપાસના દિવસોમાં એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી. જેથી તે સંસ્થાએ નોટનું બંડલ તળાવમાં ફેંકી દીધું હોવાની શંકા સેવાઇ રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular