Sunday, April 19, 2026
HomeGujaratઉનાનું ડમાસા હિબકે ચઢ્યું; વિર જવાનની અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટ્યું

ઉનાનું ડમાસા હિબકે ચઢ્યું; વિર જવાનની અંતિમ વિદાયમાં માનવ મહેરામણ ઉમટ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઉના: ઉનાના ડમાસા ગામના લાલજીભાઈ કરશનભાઈ બાંભણિયા માતૃભૂમિની રક્ષા કરતા કરતા ચાલુ ફરજ દરમ્યાન તબિયત નાદુરસ્ત થતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન લાલજીભાઈ કરશનભાઈ બાંભણિયા વીરગતિને પ્રાપ્ત થયા હતા. શહિદ જવાનના પાર્થિવ દેહને ડમાસા ગામે લાવવામાં આવ્યો હતો અને ઉના ખાતે સાથી જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહિદ જવાનના પાર્થિવ દેહની અંતિમવિધી સમયે સમગ્ર ગામ તેમજ તાલુકો દેશભક્તિના રંગે રંગાયો હતો અને ગ્રામજનોએ વહેતી આંખે જવાનને સન્માનભેર વિદાય આપી હતી.

ઉનાના ડમાસા ગામમાં રહેતા લાલજીભાઈ બાંભણિયા છેલ્લા સાત વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. શહિદ જવાન 7 સભ્યોના સંયુક્ત પરિવારના સદસ્ય હતા. જેમાં જેમાં પિતા કરશનભાઈ, માતા બેના બેન, શહીદ જવાન લાલજીભાઈ ના પત્ની દિવુબેન પુત્ર પ્રિયાંશ તથા શહીદ જવાનના નાના ભાઈ વિપુલભાઈ તથા નાની હિરલ બહેન કુલ મળી 7 સભ્યો સંયુક્ત કુટુંબમાં રહે છે. અને લાલજી ભાઈ બાંભણિયા મા ભોમની રક્ષા કરવા અરુણાચલ પ્રદેશ ખાતે ફરજ પર હતા ત્યારે બરફવાળા વિસ્તારમાં ફરજ બજાવતા તબિયત નાદુરસ્ત થતા એક માસ પૂર્વે કોલકતાની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જેમનું બે દિવસ પૂર્વે સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું હતું. નિધનના સમાચાર મળતા શહિદ જવાનના પરિવાર સહિત આખું ડમાસા ગામ હિબકે ચઢયું હતું

- Advertisement -

આર્મી જવાન લાલજીભાઈ બાંભણિયાના પાર્થિવ દેહને ડમાસા ગામ ખાતે લવાતા શહીદના અંતિમ દર્શન કરવા સાથે શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ વિવિધ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આર્મી જવાન લાલજીભાઈને સાથી જવાનો દ્વારા બેન્ડની સુરાવલીઓ તેમજ ગાર્ડ ઑફ ઑનર આપી અંતિમ વિદાય આપવામાં આવી હતી. અને આર્મી જવાન લાલજીભાઈનો પાર્થિવ દેહ ડમાસા ગામે પહોંચતા “વિર શહીદ લાલજીભાઈ અમર રહો, જબ તક સુરજ ચાંદ રહેગા લાલજીભાઈ તુમ્હારા નામ રહેગા” ના નારા સાથે અંતિમ યાત્રા દરમ્યાન પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી. ચોધાર આંસુ સાથે જવાનને ઉના ખાતે શહિદ જવાનને વિદાય આપવામાં આવી હતી. ગતરોજ શહિદ જવાન લાલજીભાઈનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો હતો. વિર જવાનને શ્રદ્ધાંજલિ આપવા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી: ધર્મેશ જેઠવા

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular