નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે આજે સવારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ રવાના થઇ હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે 200 થી વધુ બેઠકોની ક્ષમતાવાળા ડ્રીમલાઇનર બી -787 વિમાનને વિશેષ ઓપરેશન માટે તૈનાત કરવામાં આવ્યા છે. તે પરત ફર્યા બાદ આજે રાત્રે દિલ્હી ઉતરશે.
20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો યુક્રેનના વિવિધ ભાગોમાં રહે છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી એસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે યુક્રેનના વિવિધ ભાગો અને તેના સરહદી વિસ્તારોમાં 20,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકો રહે છે અને અભ્યાસ કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારતીયોની સુખાકારી પણ અમારી પ્રાથમિકતા છે.”
એર બબલ વ્યવસ્થા હેઠળ ભારત સરકારે યુક્રેનથી આવતી-જતી ફ્લાઇટ્સની સંખ્યા પરનો પ્રતિબંધ હટાવ્યાના એક દિવસ પછી, એર ઇન્ડિયાએ 18 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તે આ મહિને ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ વંદે ભારત મિશન (વીબીએમ) ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ ટ્વિટર પર કહ્યું હતું કે તે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ ભારત અને યુક્રેનના બૌરિસ્પાઇલ ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ત્રણ ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
વિદેશ મંત્રાલયે બુધવારે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી માહિતી અને મદદ પૂરી પાડવા માટે એક કંટ્રોલ રૂમની રચના કરી હતી. આ ઉપરાંત યુક્રેનમાં ભારતીય દૂતાવાસે પણ પૂર્વ યુરોપના દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. યુક્રેન પર રશિયાના આક્રમણને રોકવાના પ્રયાસોને ત્યારે મોટો ફટકો પડ્યો જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ક્રેમલિનમાં યુક્રેનના બળવાખોર નેતાઓ સાથે પરસ્પર સહાય અને મિત્રતા કરાર પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ પુતિને સરકારી ટીવી ચેનલ પર કહ્યું, “મારું માનવું છે કે ડોનેત્સ્ક પીપલ્સ રિપબ્લિક અને લુગાન્સ્ક પીપલ્સ રિપબ્લિકની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વને તાત્કાલિક માન્યતા આપવા માટે લાંબા સમયથી વિલંબિત નિર્ણય લેવો જરૂરી હતો.”
મીડિયા અહેવાલો કહે છે કે રશિયની “પીસ કીપિંગ ફોર્સિસ” ડોન્ટ્સ્કમાં આગળ વધી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના આ પગલાની નિંદા કરી છે. તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ અને જર્મન ચાન્સેલર સાથે વાત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની હાકલ કરી છે અને આંતરરાષ્ટ્રીય સમર્થન માંગ્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિએ લુગાન્સ્ક, ડોનેત્સ્ક સામે પ્રતિબંધો લાદ્યા છે, જ્યારે રશિયા પર તત્કાળ પ્રતિબંધો લાદ્યા નથી.
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ યૂક્રેન પર યુએનએસસીની બેઠકમાં કહ્યું કે, રશિયા સંઘ સાથે યૂક્રેનની સીમા પર વધી રહેલ તણાવ ઉંડી ચિંતાનો વિષય છે. આ ક્ષેત્રની શાંતિ અને સુરક્ષાને નબળી પાડવાની સંભાવના છે. અમેરિકાના રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફિલ્ડે સંયુક્ત રાષ્ટ્રમાં 15 સભ્યોની સુરક્ષા પરિષદની એક આપાતકાલીન બેઠકમાં કહ્યું, “રશિયાની કાર્યવાહીના પરિણામો સમગ્ર યુક્રેન, સમગ્ર યુરોપ અને સમગ્ર વિશ્વમાં ભયંકર હશે.” યુ.એસ.એ કહ્યું કે યુક્રેનના બે બળવાખોર અને અલગતાવાદી વિસ્તારોને સ્વતંત્ર માન્યતા આપવી એ આ ક્ષેત્રમાં યુદ્ધ ભડકાવવાનું બહાનું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.