નવજીવન. ન્યૂઝ. અમરેલી: અમરેલીમાં તાજેતરમાં જિલ્લા પોલીસ વડાએ તાલુકા પોલીસ મથકમાં તમામ કર્મીઓની બદલી કરી નાખતા ખળભળાટ મચ્યો હતો. જો કે અમરેલી તાલુકામાં ચાલતા બેફાબ રેતી ચોરીના બનાવના કારણે બદલી કરવામાં આવી હતી. ઉપરાંત પીએસઆઇ પી.બી.લક્કડને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વધુ બે અલગ બાબતે તેમને સસ્પેન્શન ઓર્ડર આપી દીધો છે.
અમરેલી જિલ્લામાં ક્યારેય ન બની હોય તેવી ઘટના સામે આવી છે. ટૂંક જ સમયગાળા દરમિયાન પીએસઆઇ ત્રણ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ પી.બી.લક્કડને ચાર દિવસની અંદર ત્રણ વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં વારંવાર રેતી ચોરીની અને હપ્તાવસૂલીની ફરિયાદો સામે આવતા જિલ્લા પોલીસ વડાએ પીએસઆઇ સામે તપાસ હાથ ધરી સસ્પેન્ડ કરી દીધા હતા.
ત્યારે આ સિવાય બીજી બે બાબતે પણ તેમની ઉપર તપાસ ચાલી રહી હતી. જેમાં પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હેરફેરી કરવા બાબતે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોપી સામે અટકાયતી પગલાં લેવામાં વિલંબ કરવા બાબતે PSI ઉપર તપાસ ચાલી રહી તેમાં પણ તેમને ત્રીજી વખત સસ્પેન્શન ઓર્ડર આપવામાં આવ્યો છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












