નવજીવન ન્યૂઝ. ઉજ્જૈન: Ujjain Rape Case: ભારતીય સંસ્કૃતિ આમ તો સંસ્કાર પ્રધાન તરીકે પૂરા વિશ્વમાં જાણીતી છે. પણ આ સંસ્કાર પ્રધાન સંસ્કૃતિને જાણે કાટ ચઢ્યો હોય તેમ હત્યા તથા નાની બાળકીઓ પર દુષ્કર્મ રોજની બાબત બની ગઈ છે. હેવાનિયત એટલી હદ સુધી પહોંચી જાય છે કે, વિકલાંગ બાળકીઓ પણ નરાધમોનો શિકાર બને છે. દયા અને કરુણા જેવા તત્વો પોતાનું અસ્તિત્વ ખોઈ રહ્યા હોય તેમ ધર્મનગરી ઉજ્જૈનમાં વિકલાંગ બાળકી અને તેની માતા પર દુષ્કર્મનો કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મધ્ય પ્રદેશનું ઉજ્જૈન આમ તો ધર્મનગરી તરીકે ભારત તથા દુનિયામાં નામના ધરાવે છે. મહાકાલેશ્વર મંદિરમાં દેશના લોકો પોતાના પાપોનો નાશ કરવાના ઈરાદે દર્શન કરવા આવે છે. ત્યારે 12 વર્ષની એક બાળકી કે જે પોતે વિકલાંગ છે તેની ઉપર સામૂહિક બળાત્કાર થયો છે. જ્યારે વિકલાંગ બાળકી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવતી બાળકીની હાલત અતિ ગંભીર બની ગઈ હતી. આ ઘટનાની કરુણતા એ છે કે, બાળકી જેમ તેમ કરીને હવાસખોરો પાસેથી ભાગી છૂટે છે. તેમજ ઉજ્જૈનના ફળિયાના વિસ્તારમાં લોકો પાસે પોતાને બચાવવા મદદ માગે છે તેમ છતાં લોકો આ બાળકીને મદદ કરવાની જગ્યાએ ઘરના દરવાજા બંધ કરી દે છે. બાળકી લોહીથી લથપથ હોવા છતાં કોઈ મદદે આવતું નથી. અંતે બાળકી મુરલીપુર વિસ્તારમાં ઢળી પડી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચી બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી.
હોશમાં આવ્યા બાદ વિકલાંગ બાળકીએ પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું કે, કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું છે. તેમજ તેની માતા સાથે પણ આ જ પ્રકારની ક્રૂરતા આરોપીઓ દ્વારા કરવામાં આવી છે. તેની માતાનો હજુ સુધી કોઈ પત્તો નથી. ઘટના અંગે વાત કરતાં ઉજ્જૈનના SP સચિન શર્માએ જણાવ્યું કે, વિકલાંગ બાળકી તથા તેની માતા પર કરવામાં આવેલ સામૂહિક દુષ્કર્મના આરોપીઓને પકડવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. બાળકી આરોપીઓને ઓળખાતી નથી જેથી અજાણ્યા આરોપીઓ સામે 376 અને પોક્સો એક્ટ મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








