સદીની સૌથી મોટી કોરોનાની મહામારીમાં આપણે સર્જાયેલી અરાજકતા જોઈ. કોરોના મહામારીમાં અમીર હોય કે ગરીબ હોય, કોઈ પણ ધર્મ કે જ્ઞાતિના હોય બધાએ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. હવે જ્યારે આપણી પાસે કોરોના સામે રક્ષણ માટે વેક્સિન રૂપી સુરક્ષા કવચ છે ત્યારે આપણા સમાજના જ કેટલાક લોકો વેક્સિન લેવા નથી માંગતા. તેમના સમાજમાં વેક્સિન અંગે કેટલીક ગેરમાન્યતાઓ ફેલાઈ રહી છે જેના કારણે તેમણે વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે. જેમાં આદિવાસી, વિચારતી જાતિ અને વિમુક્ત જાતિઓની મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદનું બુધન થિયેટર નામનું ગ્રુપ આ લોકોમાં વેક્સિન લેવા માટે જાગૃતિ ફેલાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યું છે.
બુધન થિયેટર દ્વારા વિચારતી જાતિમાં જ સમાવિષ્ઠ એક મદારી સમાજ પર કોરોના કાળમાં શું અસર થઈ અને વેક્સિન અંગે તનો શું અભિપ્રાય છે તે અંગે એક ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીમાં મદારી સમાજના લોકોને કોરોના મહામારીમાં કેવી કેવી તકલીફ સહન કરવી પડી અને તેનો સામનો મદારી સમાજના લોકોએ કેવી રીતે કર્યો તે અંગે જાણકારી આપવામાં આવી છે. બુધન થિયેટરના દક્ષિણભાઈ અને ડિરેક્ટર જણાવે છે કે, “જ્યારે અર્બન વિસ્તારોમાં પણ લોકો વેક્સિન લેવા માટે તૈયાર નથી ત્યારે આવા અંતરિયાળ અને મુખ્ય સમાજથી અલગ રહેતા લોકોમાં વેક્સિન લેવા માટે જાગૃતિ લાવવી જરૂરી છે. જ્યારે સરકાર લોકો માટે વેક્સિન અપાવવા અભિયાન ચલાવી રહી છે પણ લોકોમાં ગેરમાન્યતાઓ હશે તો કોણ વેક્સિન લેવા આવશે. વેક્સિન અભિયાન શરૂ કરતાં પહેલા આ લોકોમાં વેક્સિન અંગે જાગૃતિ લાવવી જરૂરી હતી. હવે ઘણું મોડું થઈ ગયું છે; છતાં અમે અમારા પ્રયત્નો કરી રહ્યા છે કે આવી વિચારતી જાતિના લોકો પણ વેક્સિન લે અને કોરોનાથી સુરક્ષિત બને. મદારી સમાજમાં વેક્સિનને લઈને ઘણી ગેરમાન્યતાઓ છે જેમ કે વેક્સિન લેવાથી મૃત્યુ થઈ જશે, વેક્સિન વસતી વધારાને રોકવા માટેની દવા છે તેના લીધે નપુંસકતા આવી જશે જેના કારણે થોડા સમયમાં અમારો સમાજ વિલુપ્ત થઈ જશે. આ લોકોમાં આવી ગેરમાન્યતાઓ દૂર કરવી જરૂરી છે તે કામ અમે કરી રહ્યા છે.
કોરોના કાળમાં જ્યારે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારે મદારી સમાજના લોકો જે સાપના ખેલ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમણે ક્યાંય મુસાફરી કરીને પોતાનું કામ કરી શકતા ન હતા. જેના કારણે તેમની આર્થિક સ્થિતિ ખૂબ નબળી બની હતી. એક સમયનું જમવાનું પણ મળી શક્યું ન હતું. સરકાર દ્વારા કોઈ ખાસ મદદ પણ મળી ન હતી. સરકાર દ્વારા જે રાશન આપવામાં આવતું હતું તે એક મહિના માટે પૂરતું ન હતું. જેના કારણે મદારી સમાજની મહિલાઓને અલગ અલગ જગ્યાએ ભીખ માંગવા જવું પડતું હતું. કોરોના મહામારી હોવાને કારણે લોકો તેમને ઘર, શેરી કે મહોલ્લામાં પ્રવેશ મળતો ન હતો. છતાં જેમ તેમ કરીને મદારી સમાજે પોતાનું ગુજરાન ચલાવ્યું હતું. મદારી સમાજ મુખ્યત્વે એક જગ્યાએ રહેતા નથી. એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ કરીને સાપના ખેલ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. જે હવે કોરોના કાળમાં શક્ય નથી.
આટલી તકલીફો સહન કર્યા પછી પણ આ સમાજના લોકો પોતાની ગેરમાન્યતાઓના કારણે વેક્સિન લેવા તૈયાર નથી. કોઠંબા ગામના મદારી સમાજના એક પ્રતિનિધિ બાબુનાથ મદારી જણાવે છે કે, “કોરોના માટે જ્યારે હોસ્પિટલમાં દાખલ થઈએ તો હોસ્પિટલમાં જ મરી જવાય છે અને પછી મૃતદેહ પણ મળતો નથી એના કરતાં તો ઘરમાં જ મરવું સારું. વેક્સિન લેવાથી મરી જવાય છે એટલે અમે તો વેક્સિન નહીં લઈએ. તાવ આવે તો એતો આદિકાળથી ચાલતો આવતો રોગ છે જેનો અમે જળીબુટીથી ઉપચાર કરી લઈએ છે. હોસ્પિટલ જઈને ખર્ચ કરીને પણ મરી જવાનું એના કરતાં અમે ઘરે જ ઉપચાર કરીએ છે.”
સરકાર દ્વારા આવી વિચારતી જતી અને વિમુક્ત જાતિઓ માટે જન જાગૃતિના કાયક્રમો શરૂ કરવા જોઈએ જેના કારણે આ લોકો પણ કોરોના સામેની લડાઈમાં મુખ્ય સમાજની સાથે સહભાગી બને અને દેશ