Sunday, May 31, 2026
HomeGujaratઈલેક્ટ્રીક બાઈકના શૉરુમમાં લાગી આગ, 8 વ્યક્તિના મોત

ઈલેક્ટ્રીક બાઈકના શૉરુમમાં લાગી આગ, 8 વ્યક્તિના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સિકંદરાબાદઃ તેલંગાણાના સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. અત્યારે અહીં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ એટલી બધી છે કે આખા વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે. આ અકસ્માત સિકંદરાબાદ રેલવે સ્ટેશન પાસે થયો હતો.

શોરૂમની ઉપર એક લોજ છે જ્યાં આગ લાગી હતી અને આ લોજમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.હાલમાં વહીવટીતંત્ર તરફથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

- Advertisement -

તમને જણાવી દઈએ કે આ પહેલા એપ્રિલમાં તમિલનાડુમાં આવી જ એક ઘટના બની હતી. અહીંના પોરુર-કુંડારાતુર શોરૂમમાં એક ગ્રાહકે તેની ઈ-બાઈકની બેટરી ચાર્જ પર મૂકી હતી. તેના થોડા સમય બાદ શોરૂમમાં અચાનક આગ લાગી હતી. ધીમે ધીમે સમગ્ર શોરૂમ આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં 5 નવા ઈલેક્ટ્રિક સ્કૂટર અને સર્વિસિંગ માટે આવેલા 12 જૂના ઈલેક્ટ્રિક સ્કૂટર બળીને ખાખ થઈ ગયા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular