નવજીવન ન્યૂઝ. કાલીમેડુ: તામિલનાડુના તંજાવુર જિલ્લામાં બુધવારે સવારે એક મંદિરમાં રથયાત્રા દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો મંદિરની પાલખી પર ઉભા હતા.
તમિલનાડુના તંજાવુરના એક મંદિરમાં તહેવાર દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે મંદિરથી નીકળતી રથયાત્રા દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે મંદિરની પાલખી ફેરવતી વખતે ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.
મીડિયા સાથેની વાતચીતમાં અધિકારીઓએ કહ્યું કે માર્યા ગયેલાઓમાં બે બાળકો પણ સામેલ છે, તેમજ ત્રણ ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું છે કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. આપને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જીવંત તાર સાથે સંપર્ક થવાને કારણે રથ સંપૂર્ણપણે નાશ પામ્યો છે. દર વર્ષે તમિલનાડુમાં વાર્ષિક રથ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ભાગ લે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











