Friday, September 4, 2026
HomeGeneralરાજકોટ: સ્થાનિક પોલીસને અંધારમાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટિમ ફરી ત્રાટકી, દારૂની...

રાજકોટ: સ્થાનિક પોલીસને અંધારમાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલની ટિમ ફરી ત્રાટકી, દારૂની ભઠ્ઠી સાથે ચાલતા બાર પર રેડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ પર સ્ટેટ મોનિટરિંગ સેલ બાજ નજર રાખીને બેઠું હોય તેમ 48 કલાકમાં બીજો દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. તો બીજી બાજુ સ્થાનિક પોલીસ ફરીએકવાર ઊંઘતા ઝડપાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટિમ ગ્રાહકના સ્વાંગમાં જઈને દરોડા પાડતા બુટલેગર સહિત 10 વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.



રાજકોટમાં હવાલા કાંડ, દારૂ કાંડના વિવાદનો અંત નથી આવ્યો ત્યારે બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બે દિવસમાં બે રેડ કરતાં પોલીસ બેડામાં ફફળાટ મચી જવામાં પામ્યો છે. માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગોકુલધામમાં આવેલા ક્વાર્ટર્સમાં બીજા માળે દારૂની ભઠ્ઠી અને પહેલા માળે બાર ચાલતો હોવાની સ્ટેટ મોનિટરિંગ સેલને માહિતી મળી હતી. માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગ્રાહકના સ્વાંગમાં ખાબકી હતી. નામચીન બૂટલેગર કવિની ભઠ્ઠી પર દરોડો પડતાં નાસભાગ મચી ગઇ હતી. વિજિલન્સની ટીમે સ્થળ પરથી બે હજાર લિટરથી વધુ આથો અને દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ઝડપાયેલો બુટલેગર હાર્દિક ઉર્ફે કવિ અગાઉ વિદેશી દારૂનો ધંધો કરતો હતો પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી દેશી દારૂની ભઠ્ઠી ચાલુ કરી હતી. હાર્દિક અગાઉ હત્યા અને જુગારના ગુનામા પોલીસ ચોપડે ચડી ચૂકયો હોય અને પાસાપણ ભોગવી ચૂકયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. હાર્દિક ઉર્ફે કવિ પોતાના કાળાધંધાનો પર્દાફાશ ન થાય અને સ્થાનિક લોકો ફરિયાદ ન કરે તે માટે અઠવાડિયામાં બે વખત તેના વિસ્તારના બાળકો માટે બટુક ભોજન રાખીને પોતે દાનવીર હોવાની છાપ ઊભી કરતો હતો.



સ્ટેટ મોનિટરિંગ સેલે હાર્દિક સહિત 10 લોકોને દરોડા પાડીને ઝડપી પાડ્યા છે. ઉપરાંત દારૂ બનાવાના સાધનો, દેશી દારૂનો જથ્થો અને હજારો લિટર આથો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલે ભાવનગર રોડ પર થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી વર્લીનો જુગાર રમી રહેલા 16 શખ્સને રૂ.3.23 લાખના મુદ્દામાલ ઝડપી પાડ્યા હતા.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular