તુષાર બસિયા (નવજીવન, સુરેન્દ્રનગર): સોમવારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ સ્ટેટ મોનિટરિંગ સેલના હાથ લાગ્યા હતા. તેઓ દ્વારા સુરેન્દ્રનગરના સાયલા વિસ્તારમાંથી દારૂના ટ્રકને રાજકોટ સુધી લાવ્યા હતા. જેમાં અપરહરણનો ગુનો પણ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ તેની એફ.આઈ.આર.ની નકલ ઓનલાઈન નિયમ મુજબ ચઢાવી નથી તે પ્રશ્ન સવાલ પેદા કરે છે.
આજરોજ સાયલા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મીઓ વિરૂધ્ધ નોંધાયેલા ગુનાની ફરિયાદ ઓનલાઈન વેબસાઈટ પર મળવો જોઈતી હતી. સત્તાવાર વેબસાઈટ પર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન દ્વારા એક એફ.આઈ.આર. અપલોડ કરવામાં આવી છે. પરંતુ આ એફ.આઈ.આર.ના નંબર અને એફ.આઈ.આર ડાઉનલોડ થાય તે બંને અલગ છે. એટલું જ નહીં હાલ ડાઉનલોડ થતી એફ.આઈ.આર. દાહોદ જિલ્લાની છે.
આ મામલે સાયલા પોલીસ સ્ટેશનના પી.આઈ. સાથે વાત કરતા તેઓ જણાવે છે કે તેઓ એ એફ.આઈ.આર. અપલોડ કરાવી દિધી છે. પરંતુ તેમને આ ફરિયાદ દાહોદ જિલ્લાની હોવાનું જણાવતા તેઓએ કહ્યું કે એવું ન હોય આપની ભૂલ થતી હશે. પરંતુ અત્રે સવાલ એ છે કે પત્રકારની ભૂલ કોઈ નથી. આ માટે જરૂરી પુરાવો પણ નવજીવન ન્યૂઝ પાસે છે.
આ મામલે સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાત સાથે ટેલિફોનિક વાત કરી જાણ કરવામાં આવી છે. ત્યારે મહત્વનનો સવાલ છે કે પોલીસ કેમ આટલી હદે ગોપનીય કામ કરી રહી છે ? FIR માં એવું શું છે કે જો તે પત્રકારોના હાથમાં વહેલી આવે તો તકલીફ પડે તેમ છે ?
રાજકોટ: દારૂના ટ્રકને પાઈલોટીંગ કરતા પોલીસ કર્મીઓની FIR ને બદલે onlineમાં દાહોદના ગુનાની FIR કેમ ? તપાસ પહેલા જ શંકાઓ!!! pic.twitter.com/24eCpBwVQb
— Navajivan News (@NavajivanNews) April 19, 2022
![]() | ![]() | ![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.