નવજીવન ન્યૂઝ. પટના: યુવાનો માટે નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે તે કોઈથી છુપાયેલું નથી. જ્યાં જુઓ ત્યાં યુવાનો બેરોજગારીથી પીડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, કેટલાક છોકરાઓ અને છોકરીઓ હાર માની લે છે અને અસ્વસ્થ થવા લાગે છે. પરંતુ ઘણા યુવાનો એવા હોય છે જે નિરાશ નથી થતા, પરંતુ સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કંઇક નવું વિચારીને કરે છે. બિહારની આવી જ એક છોકરી છે પ્રિયંકા ગુપ્તા. જે નોકરી ન મળવા છતાં કંઈક નવું કરી રહી છે અને પોતાની સાથે બીજાને પણ મોટિવેટ કરી રહી છે.
એએનઆઈના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગુપ્તાએ ઈકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. આ હોવા છતાં, જ્યારે તેને નોકરી ન મળી, ત્યારે તેણે કંઈક અલગ કરવાનું વિચાર્યું. પટનાની મહિલા કોલેજની સામે પ્રિયંકાએ પોતાનો ચાનો સ્ટોલ ખોલ્યો. એટલું જ નહીં લોકોને મોટિવેટ કરવા માટે તેણે પોતાની દુકાનના બેનર પર શાનદાર લાઇન પણ લખી છે. તેમણે લખ્યું છે કે, “લોકો શું વિચારશે, જો આપણે જ આવું વિચારીશું તો લોકો શું વિચારશે?”
Bihar: Priyanka Gupta, an economics graduate sets up a tea stall near Women's College in Patna
I did my UG in 2019 but was unable to get a job in the last 2 yrs. I took inspiration from Prafull Billore. There are many chaiwallas, why can't there be a chaiwali?, she says pic.twitter.com/8jfgwX4vSK
— ANI (@ANI) April 19, 2022
એએનઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, “મેં 2019માં મારું યુજી કર્યું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી નોકરી ન મળી શકી. મે પ્રફુલ્લ બિલોર પાસેથી પ્રેરણા લીધી છે. ઘણા ચાવાળા છે, ચાવાળી કેમ ન હોઈ શકે?”
પ્રિયંકાની આ વાત જેવી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ કે તરત જ લોકોએ પોતાના રિએક્શન આપવાનું શરૂ કરી દીધું. લોકો પ્રિયંકાની આ વિચારસરણીના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. કેટલાક લોકોએ તેમને અભિનંદન આપતાં કહ્યું હતું કે બાકીના લોકોને પણ પ્રિયંકા પાસેથી પ્રેરણા મળશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











