નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: ગુજરાતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે કલોલનો એક પરિવાર કચ્છથી લગ્ન પતાવીને જાન પરત લઈને આવી રહ્યા હતા ત્યારે ઇનોવા કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર વરરાજાના દાદા અને નાનાનું ઘાટણ સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે અમદાવાદ લાવવામાં આવ્યા હતા.
ગત રાતે કલોલનો એક પરિવાર જ્યારે કચ્છથી લગ્નની જાન લઈને પરત આવી રહ્યો હતો તે સમયે માલવણ હાઇવે ઉપર અખિયાણા ગામની નજીક આવેલી શિવશક્તિ હોટલ આગળ ઓવરબ્રિજ નજીક રાતના અંધારમાં ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી કાર ડિવાઇડર ક્રોસ કરીને સામેથી આવતી એક કાર સાથે ટકરાઇ હતી જેના કારણે ઇનોવા કારમાં બેઠેલા બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ આ અકસ્માતમાં કાર ચાલાકનો આબાદ બચાવ થયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર વરરાજાના દાદા અને નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મૃત્યુ થયા હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નજીકની હોસ્પિટલે લઇ જવાયા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેમને અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











