Monday, April 20, 2026
HomeGujaratSuratસુરતમાં પૈસાની લેતીદેતી મામલે યુવકની થઈ હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ટોળકીને...

સુરતમાં પૈસાની લેતીદેતી મામલે યુવકની થઈ હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ટોળકીને ઝડપી પાડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) પૈસાની લેતીદેતી મામલે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી બુટલેગરે (Bootlegger) તેના સાગરિતો સાથે મળી યુવકને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પુણા પોલીસે (Puna Police) ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી આપ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પુણા પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા વિજય મહેુલ લૂણી નામના યુવકે થોડા દિવસ પહેલા આરોપી દુર્ગેશ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતા. જે બાદ ગઈકાલે આરોપી દુર્ગેશે વિજય પાસેથી ઉછીના રૂપિયા પરત માગતા બંને વચ્ચે આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા દુર્ગેશે તેના મિત્રો સાથે મળી વિજય કંઈ સમજે તે પહેલા તેના પર છરી લઈને તૂટી પડ્યા હતા. જાહેરમાં આરોપીઓએ વિજય પર આડેધડ છરીના ઘા ઝીંક્યા હતા. જેના પગલે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. વિજયને ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરતા પુણા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા વિજયને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં વિજયને સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. આ મામલે પુણા પોલીસે આરોપી દુર્ગેશ સહિત તેના સાગરિતો સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને પુણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપી દુર્ગેશ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. હાલ તમામ જેલ હવાલે મોકલી આપ્યા છે.

Tag: Surat News, Surat Crime News, Surat Live News Today

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular