નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : સુરત BRTS અકસ્માત (Surat BRTS Accident) સર્જવા માટે કુખ્યાત માનવામાં આવે છે. અવાર-નવાર BRTS બસ ચાલકોની બેદરકારીના કારણે રોડ પરથી પસાર થતાં અનેક નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાયા છે. ત્યારે વધુ એકવાર BRTS બસ ચાલકની ઘોર બેદરકારીના કારણે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. BRTS બસમાં ડ્રાઇવરે વ્યવસ્થિત રીતે દરવાજો બંધ ન કરતા દરવાજાના સહારે ઉભેલો વ્યક્તિ જમીન પર પડ્યો હતો. જ્યાં બસના પાછળનું ટાયર યુવક પર ફરી વળતા વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ મામલે કતારગામ પોલીસે (Katargam Police) BRTSના ડ્રાઈવર સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવક સુબરાતી ખાન સફુર ખાન આજરોજ બપોરે 4 વાગ્યાના અરસામાં કોઈ કામ પતાવીને BRTS બસમાં પરત ઘરે આવી રહ્યા હતા. ત્યારે BRTSના ડ્રાઈવરે વ્યવસ્થિત દરવાજો બંધ ન કરતા સુબરાતી ખાન દરવાજાનો ટેકો લઈ ઉભા હતા. તે દરમિયાન અચાનક દરવાજો ખૂલી જતા તેઓ બસની નીચે પટકાયા હતા. આટલી જ વારમાં બસના પાછળનું ટાયર સૂબરાતી ખાન પર ફરી વળતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે બૂમાબૂમ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ મામલે ટોળા વળેલા લોકોએ પોલીસની જાણ કરતા કતારગામ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સુબરાતીખાનનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સ્મિમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે મૃતકના પરિવારને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમજ અકાળે યુવકના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમ્રગ અકસ્માતની ઘટનાને લઈ કતારગામ પોલીસે BRTS બસ ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








