નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં બે યુવકો સોનું ગોતવાના ચક્કરમાં ગટરમાં ઉતરતા મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે. સુરતના ભાગળ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક મોડી રાત્રે બંને યુવકો ગટરમાં ઉતાર્યા હતા. તે દરમિયાન બંને બેભાન થઈ જતાં ફાયરબ્રિગેટને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાને બંનેને બહાર કાઢીને સારવાર અર્થે મોકલ્યા હતા. સારવાર દરમિયાન બંને યુવકોના મોત નિપજ્યાં હતા.
માહિતી અનુસાર, સુરતના ભાગળ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક બે યુવકોના મોત નિપજ્યાં છે. આ વિસ્તારમાં સોના ચાંદીના દાગીના બનાવવાનું મોટા પ્રમાણમાં કામ ચાલતું હોવાથી તેમાંથી નીકળતો સોનાનો વેસ્ટ અને ડાયમંડ જેવી કિંમતી વસ્તુ ઘણીવાર ગટરમાં જતી હોવાના કારણે આ બે યુવકો તે શોધવાની લાલચમાં આવીને ગટરમાં ઉતાર્યા હતા. ગટરમાં ઉતર્યા બાદ બંને યુવકો માટી કાઢતી વખતે ગૂંગળાઇ જવાથી બેભાન થઈ ગયા હતા.
બે યુવકો બેભાન થઈ જતાં સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેટને જાણ કરી હતી. રાત્રિના ત્રણેક વાગ્યા આસપાસ યુવકોને ગટરમાંથી ફાયરબ્રિગેડે બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બે યુવક ગટરમાં ઉતાર્યા બાદ ગૂંગળાતા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા ઘટનાસ્થળ પર ગાંધી શેરી અને નવસારી બજાર ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને બંને યુવકોને બહાર કાઢ્યા હતા. બંન્ને યુવકને સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફારજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











