નવજીવન.સુરતઃ સુરતમાં બે બાળકીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં રસોઈ બનાવવા બાબતે માતાએ દીકરીને ઠપકો આપતા 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. તો બીજી બાજુ સુરતના પાલનપુર જકાતનાકામાં 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સુસાઈડ નોટ લખીને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં બે અલગ અલગ જગ્યાએ વિદ્યાર્થીઓની આત્મહત્યાનો બનાવ બન્યો છે જેમણે હજી દુનિયાને ઓળખી પણ ન હતી તેમણે જીવનને અલવિદા કરી દીધું છે. પાલનપુર જકાતનાકાની સંત-તુકારામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ અને તેમના પત્ની મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે પતિ-પત્ની કામ પર ગયા હતા ત્યારે તેમની ધોરણ 10માં અભ્યાસ કરતી પુત્રીએ સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. સાથે જ એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં લખ્યું હતું કે “મેં મુકેલો મારો આ ફોટો મઢાવી દીવાલ પર લગાવજો મારી પાછળ રડતા નહીં, મેં મમ્મી-પપ્પાને દુઃખી કર્યા છે.”
બીજા બનાવમાં પાંડેસરા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા મૂળ યુપીના સુભાષભાઇની ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરીને માતાએ રસોઈ બનાવવા અંગે ઠપકો આપતા 15 વર્ષની વિદ્યાર્થીનીએ સાડી બાંધીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
[આત્મહત્યા ક્યારેય કોઈ બાબતનું સમાધાન નથી. દરેક સ્થિતિ એક ગરમ દુધના ઉભરા સમાન હોય છે જે ચોક્કસ સમયે પાછી મૂળ સ્થિતિમાં આવે છે. જો તમારે મદદની જરૂર છે અથવા આપ એવા કોઈ વ્યક્તિને ઓળખો છો કે જેમને આવા કોઈ સંજોગોના કારણે મદદની જરૂર છે, તો તેવા સમયે નજીકના માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર જાઓ અથવા હેલ્પલાઈન નંબર- AASRA: 91-22-275-46-669 (24 કલાક ઉપલબ્ધ), Icall- 91-915-298-7821 (સોમવારથી શનિવાર સુધી સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ઉપલબ્ધ), NGO- 1800-209-4353 (બપોરે 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. તેમને ફોન કરી મદદ માગી શકો છો.]
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.