નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં (Surat) એક હત્યાની ઘટનાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. જેમાં આરોપીઓએ પરિવારના એક સભ્યનું કાસળ કાઢી હત્યાને ઓડિશામાં થયેલા રેલ્વેના અકસ્માતમાં (Odisha Train Accident) ખપાવવા પ્રયાસ કર્યો હતો. છતાં પણ પોલીસની (Surat Police) નજરથી આરોપી બચી નહીં શકતા ઘટનાનો પર્દાફાશ થયો છે.
મળતી વિગતો અનુસાર સુરતના માંગરોળના પીપોદરા ખાતે વેલી ઉમંગ રેસિડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તૃષ્ટી નાયકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે સ્થાનિકો દુર્ગંધનું કારણ શોધવા માટે જમીનમાં ખાડો ખોદે છે અને ત્યારે એક પ્લાસ્ટિકના કોથળામાં બંધ મૃતદેહ સામે આવે છે. કોથળામાંથી કોહવાય ગયેલો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસે આ મૃતદેહની તપાસ કરી રહી હતી દરમિયાન મૃતદેહના શરીર પર રહેલી લૂંગી પરથી પાડોશીએ મૃતદેહની ઓળખ કરી હતી. જે દિશામાં પોલીસ તપાસ કરતા માહિતી સામે આવી હતી જે ચોંકાવનારી છે. જે તપાસમાં ખુલ્યું હતું કે, મૃતદેહ 50 વર્ષીય નરેશ તૃષ્ટીનો છે અને તેની હત્યા કરવામાં આવી છે. આગળની તપાસમાં જાણવા મળ્યું કે મૃતક નરેશ ઓડિશાના કંદમાલ જિલ્લાનો રહેવાસી હતો અને સુરતમાં લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો.
સાથે જ પોલીસને માહિતી મળી હતી કે નરેશ પોતાની પત્ની અને બે પુત્રી સોનીયા અને પિનલ સાથે રહેતો હતો. પરંતુ પરિવારના આ સભ્યો ઘરે નહીં હોવાથી પોલીસને શંકા પેદા થતા તેમણે નરેશના પરિવાર તરફ તપાસનો દોર લંબાવ્યો હતો. જે તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે નરેશે પાડોશી મોહમમ્દ યાકુબને વતન જવા માટે ટિકીટ કઢાવી છે અને તે વતન જવાનો છે. સાથે જ નરેશે યાકુબને તે જ્યારે વતન જાય ત્યારે તેને રેલ્વે સ્ટેશન પર મુકવા આવવા માટે પણ જણાવ્યું હતું.
બાદમાં ગત 3 તારીખના રોજ યાકુબે જોયું કે નરેશની પત્ની અને તેની પુત્રીઓ ઘરના દરવાજા પાસે બેસી રડી રહી હતી. જેથી યાકુબે તેમને રડવાનું કારણ પુછતા તેમણે જણાવ્યું કે તેના વતનમાં સસરા ગુજરી ગયા છે માટે નરેશ વહેલી સવારે જ વતન જવા નિકળી ગયા છે અને હવે અમારે પણ જવાનું છે. ઉપરાંત યાકુબને વતનમાં જવા માટેની ટિકીટ કરાવી આપવા માટે પણ નરેશની પત્નીએ જણાવ્યું હતુ. જેથી યાકુબે ટિકીટની વ્યવસ્થા કરાવી ત્રણેય વ્યક્તિને રેલ્વે સ્ટેશન પણ પહોંચાડી દિધા હતા.
આ ઘટના બાદ તારીખ 5ના રોજ મૃતક નરેશના પરિવારના અનિલ પ્રતાપ નામનો યુવક યાકુબને મળે છે. જેણે યાકુબને જણાવ્યું હતું કે તેના કાકી એટલેકે નરેશની પત્ની સવિતા વતનમાં છે અને તેણે જણાવ્યું છે કે તેના પતિ ઓડિશા રેલ્વે અકસ્માતમાં ગુજરી ગયા છે. આ વાત સાંભળી યાકુબ ચોંકી ઉઠ્યો હતો અને તેણે નરેશનો સંપર્ક કરવા ફોન કર્યો હતો પણ ફોન લાગ્યો ન હતો.
પરંતુ જ્યારે કોથળામાં બંધ મૃતદેહ મળ્યો અને પોલીસે તપાસ શરૂ કરી ત્યારે સમગ્ર ઘટનાની એક-એક કડી જોડાવા લાગી હતી. જેમાં ખુલ્યું હતું કે નરેશનું મોત ઓડિશા ટ્રેન અકસ્માતમાં નહીં પણ હત્યાથી થયું છે. તેમજ આ હત્યા બીજા કોઈએ નહીં પણ તેની પત્ની સવિતાએ તેની બંને દિકરીઓની મદદથી કરી છે. આ સમગ્ર મામલાનો ખુલાસો થતા આ મામલે સુરત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Tag: Surat Crime News in Gujarati
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








