Friday, July 3, 2026
HomeGeneralઓલપાડ: ૧૬ ગામોમાં સરકારી જમીન પર ગેરકાયદે જિંગા તળાવ દૂર કરવાનો અને લેન્ડ ગ્રેબિંગ મુજબ...

ઓલપાડ: ૧૬ ગામોમાં સરકારી જમીન પર ગેરકાયદે જિંગા તળાવ દૂર કરવાનો અને લેન્ડ ગ્રેબિંગ મુજબ ગુનો દાખલનો આદેશ

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યુઝ, સુરત): સરકારી ખાર ખરાબા અને પડતર પડેલી જમીનો પર જિંગા તળાવ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર બનાવેલા જિંગા તળાવોનું સર્વે કરાયા બાદ ઓલપાડ મામલતદાર દ્વારા દરેકને સ્વખર્ચે જિંગા તળાવો તોડી પાડવાનો આદેશ કરવા સાથે જો આમ ન થાય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી સુધીની નોટિસ ફટકારતા જિંગા તળાવ માફિયાઓ ફફડી ઉઠ્યા છે. 



ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં સરકારી ખાર ખરાબા અને પડતર પડેલી જમીનો પર જિંગા તળાવ માફિયાઓ દ્વારા સ્થાનિક તંત્રના ભ્રસ્ટ અધિકારીઓની છત્ર છાયા હેઠળ ગેરકાયદેસર કબ્જો કરી બિન અધિકૃત રીતે જિંગા તળાવો બનાવી વેપલો કરાતો આવ્યો છે. ત્યારે સ્થાનિક જાગૃત ખેડૂતો દ્વારા વારંવારની લેખિત રજૂઆત કરવા છતાં જ્વાબદારો વિરુદ્ધ કોઈપણ પ્રકારે કાયદેસરની યોગ્ય કાર્યવાહી નથી કરાઇ. જ્યારે વરસાદી પાણીના નિકાલ વાળી સેના ખાડી પર દબાણ કરીને મોટાપાયે ગેરકાયદેસરના જિંગા તળાવો બનાવી દેવાતા ઓલપાડ તાલુકાનાં ગામોમાં ચોમાસામાં પૂર જેવી પરિસ્થિતી નિર્માણ થઈ રહી છે. ત્યારે જિંગા તળાવ માફિયાઓના પાપે ઓલપાડ તાલુકાની જનતા જોખમમાં મૂકાતા અંતે ગેરકાયદેસર જિંગા તળાવનો વેપલો બંધ કરાવવા અને સરકારી જમીન પર કબ્જો કરીને બનાવેલા તળાવો દૂર કરાવવા એક ખાનગી સંસ્થા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં એપ્લીકેશન નંબર ૧૬/૨૦૨૦ થી ફરિયાદ દાખલ કરી હતી.

જે ફરિયાદને સંદર્ભે સુરત ક્લેક્ટર દ્વારા ઓલપાડ મામલતદારને તપાસ સોપવામાં આવતા ઓલપાડ મામલતદાર ગત તારીખ ૧૬/૦૫/૨૦૨૨ ના રોજ દાંડી, કૂદીયાણા, ક્પાસી, કુવાડ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંડરોઈ, નેશ, કાછોલ, હાથીસા,લવાછા, તેના, સોંડલાખારા, કોબા અને ઠોઠબ કુલ ૧૬ ગામના તલાટી કમ મંત્રીઓને સરકારી જમીન પર કબ્જો કરી બેનલા ગેરકાયદેસરના જિંગા તળાવ સર્વેની કામગીરી સોપવામાં આવી હતી. ત્યારે સર્વે અંતે તલાટીઓના રિપોર્ટને અંતર્ગત તમામ ગામોમાં જુદા જુદા બ્લોક નંબર વાળી જમીનો પર બનેલા ગેરકાયદેસરના જિંગા તળાવો સ્વખર્ચે તોડી પાડવાનો આદેશ કરવા સાથે જો કામગીરી કરવામાં ન આવેટો તમામ જવાબદાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચમકી આપવામાં આવી છે. આટલુજ નહિ પણ આ તમામ ૧૬ ગામોમાં ઓલપાડ મામલતદારની જાહેર નોટિસ બાદ કોઈપણ સરકારી જમીન પર ગેરકાયદેસર જિંગા તળાવો બનાવવા પર પ્રતિબંધ ફ્ર્માવાયો છે.

- Advertisement -

અત્રે ઉલેખનીય છે કે ઓલપાડ તાલુકાનાં કાંઠાના ગામોમાં સરકારી ખર ખરાબાની અને પડતર પડેલી જમીનો પર મોટાપાયે ગેરકાયદેસરનો કબ્જો કરી બિન અધિકૃત રીતે જિંગા તળાવો બનાવી સરકારી જમીનો વેપલો થતો આવ્યો હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા અનેક વાર માત્ર તળાવના પાળા ડિમોલિશન કરી કાર્યવાહી કરવાનું નાટક કરાતું આવ્યું છે. ત્યારે ફરીવાર ઓલપાડ મામલતદાર દ્વારા નોટિસ આપી જિંગા તળાવો ડિમોલિશન કરવા જણાવ્યુ છે સાથે જ ૧૫ દિવસમાં વાંધા રજૂ કરવાની પણ છૂટ આપી છે ત્યારે યોગ્ય કામગીરી થસે કે કામગીરી પર પિલડું વાળી દેવાસે એવી પણ લોક ચર્ચા છે.



આ ગામોમાં સરકારી બ્લોક નંબર પર કબ્જો કરી તળાવો બન્યા છે જે મુજબ દાંડી ગામ – બ્લોક નંબર ૧,૨,૩,૪,૧૦,૧૧,૧૯૨, કૂદીયાણા ગામ – બ્લોક નંબર ૨૩, કપાશી ગામ – બ્લોક નંબર-૩૫, કુવાડ ગામ- ૪૯૦, ૪૯૫, સરસ ગામ – ૧૨૩, ૧૨૪, ૧૩૪, ૨૯૮, ઓરમાં ગામ- ૩૪૬, મોર ગામ – બ્લોક નંબર- ૬૮૬ પૈકી ૧, ૮૪૬, ૮૪૭ પૈકી ૧, ૮૪૭ પૈકી ૧/૧, ૮૪૭ પૈકી ૧/૨, ૮૪૭ પૈકી ૧/૩, દેલાસા – બ્લોક નંબર ૨૦૮, મંડરોઈ- બ્લોક નંબર- ૧૬૬, ૨૧૨, ૨૩૯, ૪૦૬, ૪૦૮, નેસ ગામ- ૩૨૭, કાછોલ – ૯૯, હાથીસા – ૭/અ, લવાછા- ૩૯૮, તેના- ૪૯૫ છે. કાંઠાના ગામોમાં સરકારી જમીન પર ૧૦૦૦ થી વધુ ગેરકાયદેસર જિંગા તળાવો બન્યા છે. ઓલપાડ તાલુકાનાં અરબી સમુદ્રના કાંઠે આવેલા દાંડી ગામથી લઈને ભરૂચ જિલ્લાના હાંશોટ ગામની હદને આવેલા ઓલપાડ તાલુકાનાં મંડરોઈ ગામ સુધીમાં ખાર ખરાબા અને પડતર જમીનો પર ૧૦૦૦ થી વધુ જિંગા તળાવો બન્યા છે. ગત વર્ષે પણ ચોમાશું પહેલા જિંગા તળાવો ડિમોલિસન કરવાની દેખાવ પૂર્તિ કામગીરી કરવામાં આવી હતી. અને ફરી તળાવો ધમધમતા થતાં જિંગા તળાવ માફિયાઓ ગેલમાં આવી ગયા ત્યારે હવે ની કામગીરી પર ફરી લોકો ની નજર છે.





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular