નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: સુરતમાં LIC એજન્ટ હનીટ્રેપમાં (Honey trap) ફસાયો હોવાની ઘટના સામે આવી છે. વીમો લેવાના બહાને એક અજાણી વ્યક્તિએ એજન્ટને તેમના ઘરે બોલાવ્યો હતો. જોકે એજન્ટ વીમા માટે તેમના ઘરે પહોંચતા જ હની ટ્રેપની જાળમાં ફસાયો હતો. એજન્ટ ઘરે પહોંચતા જ પહેલાથી જ પ્લાનિંગ મુજબ ત્યાં યુવતી અને નકલી પોલીસ (Fake Police) આવી હતી અને ખોટા કેસમા ફસાવાની ઘમકી આપીને 3 લાખની માગણી કરી હતી. જોકે મામલો પોલીસ (Surat Police) સ્ટેશન પહોંચતા હનીટ્રેપ કરનારી ટોળકીના બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા અને LIC એજન્ટનું કામ કરતાં એક યુવકને અડાજણના શ્રીજી આર્કેડ સામે હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપ નામના વ્યક્તિએ LIC ઈન્સ્યોરન્સ અંગેનું કામ છે તેમ કહી ફોન કહીને પોતાના ઘરે બોલાવ્યા હતા. LIC એજન્ટ ફોન આવતાની સાથે જ દિલીપના ઘરે પહોચી ગયા હતા. જેવો LIC એજન્ટ ઘરમાં પ્રવેશ્યો કે તરત જ એક અજાણી યુવતી તેની પાસે આવી અને ઘરને દરવાજો પણ બહારની બાજુથી કોઈ વ્યક્તિ દ્વારા બંધ કરી દેવામાં આવ્યો. થોડી જ વારમાં ત્રણથી ચાર માણસો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા. પ્રવેશેલા માણસોએ અડાજણ પોલીસ સ્ટેશનમાથી આવ્યા હોવાનું જણાવી LIC એજન્ટને અહિયાં ખોટું કામ ચાલી રહ્યું છે તેમ કહી તેની સામે ફરિયાદ નોંધવાની ધમકી આપી. જેથી LIC એજન્ટ ગભરાઈ ગયો હતો.
બાદમાં નકલી પોલીસ બનેલા માણસોએ LIC એજન્ટ પાસેથી 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. LIC એજન્ટે પોતાની પાસે આટલી મોટી રકામ નથી એમ કહેતા તેને ત્રણ ચાર માણસો દ્વારા માર મારવામાં આવ્યો અને આખરે LIC એજન્ટ ડરી જતાં રૂપિયા 75,000માં પતાવટ કરી હતી. LIC એજન્ટે નજીકના ATMમાંથી પચ્ચીસ હજાર ઉપાડીને આપ્યા હતા અને સત્તર હજાર રૂપિયા પોતાના ઘરેથી આપ્યા હતા.
LIC એજન્ટને શંકા જતાં પોતાના મિત્રને ફોન કર્યો હતો. જેથી નકલી પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ-ચાર માણસો ત્યાંથી તરત જ ફરાર થઈ ગયા હતા. LIC એજન્ટે અડાજણ પોલીસ સ્ટેશનમાં 6 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. LIC એજન્ટની ફરિયાદને આધારે પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે તેમજ બીજા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








