Monday, September 14, 2026
HomeBusinessદેશમાં મોંઘવારી વધી કે ઘટી? સરકારે જાહેર કર્યો WPI નો જાદુઈ આંકડો,...

દેશમાં મોંઘવારી વધી કે ઘટી? સરકારે જાહેર કર્યો WPI નો જાદુઈ આંકડો, ઓગસ્ટમાં 10 નજીક પહોંચ્યો

- Advertisement -

inflation detail with WPI: કેન્દ્ર સરકારે સોમવારે ઓગસ્ટ 2026ના જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)ના આંકડા જાહેર કર્યા છે. આંકડા અનુસાર, ઓગસ્ટમાં દેશની જથ્થાબંધ મોંઘવારી 9.92 ટકા રહી છે, જે જુલાઈ 2026માં 9.78 ટકા હતી. એટલે કે જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારીમાં વધારો નોંધાયો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર, ઓગસ્ટ 2026માં તમામ વસ્તુઓનો જથ્થાબંધ ભાવ સૂચકાંક 110.8 રહ્યો હતો, જ્યારે જુલાઈમાં તે 110.0 હતો. પ્રાથમિક વસ્તુઓ, ઈંધણ અને ઊર્જા તથા ઉત્પાદિત વસ્તુઓની કિંમતોમાં થયેલા વધારાની અસર એકંદર જથ્થાબંધ મોંઘવારી પર જોવા મળી છે.

- Advertisement -

ઓગસ્ટમાં ઈંધણ અને ઊર્જા કેટેગરીની મોંઘવારી વધીને 22.93 ટકા થઈ ગઈ છે, જ્યારે જુલાઈમાં તે 20.05 ટકા હતી. તાજેતરના સપ્તાહોમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઝડપી વધારાની અસર આ કેટેગરી પર જોવા મળી છે.

પ્રાથમિક વસ્તુઓની મોંઘવારી ઓગસ્ટમાં 7.76 ટકા રહી હતી, જ્યારે જુલાઈમાં તે 8.52 ટકા હતી. બીજી તરફ, ઉત્પાદિત વસ્તુઓની મોંઘવારી મામૂલી વધીને 8.37 ટકા થઈ છે, જે જુલાઈમાં 8.29 ટકા હતી.

ઓગસ્ટમાં પ્રાથમિક વસ્તુઓનો સૂચકાંક 118.1, ઈંધણ અને ઊર્જાનો 108.3 અને ઉત્પાદિત વસ્તુઓનો 108.8 રહ્યો હતો. જુલાઈમાં આ સૂચકાંકો અનુક્રમે 117.2, 105.4 અને 108.4 હતા.

- Advertisement -

WPI ફૂડ ઈન્ડેક્સ આધારિત મોંઘવારી પણ ઓગસ્ટમાં વધીને 7.05 ટકા થઈ છે. જુલાઈમાં આ આંકડો 6.65 ટકા હતો. આ આંકડાઓ દર્શાવે છે કે ખાદ્ય વસ્તુઓની કિંમતો પર પણ મોંઘવારીનું દબાણ યથાવત્ રહ્યું છે.

મંત્રાલય અનુસાર, ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી વધારવામાં ખનિજ તેલ, પેટ્રોલિયમ ઉત્પાદનો સહિત, ખાદ્ય વસ્તુઓ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, મૂળ ધાતુઓ, બિન-ખાદ્ય વસ્તુઓ તથા રસાયણ અને રાસાયણિક ઉત્પાદનોના ઉત્પાદન જેવા પરિબળોની મુખ્ય ભૂમિકા રહી છે.

સરકારે જૂન 2026ના અંતિમ આંકડામાં પણ સુધારો કર્યો છે. જૂનનો WPI સૂચકાંક અગાઉના 110.2ના કામચલાઉ અંદાજથી વધારીને 110.3 કરવામાં આવ્યો છે. આ સાથે જૂન 2026ની જથ્થાબંધ મોંઘવારીનો અંતિમ આંકડો પણ 9.87 ટકાથી સુધારીને 9.97 ટકા કરવામાં આવ્યો છે.

- Advertisement -

આંકડા અનુસાર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ઓગસ્ટ 2026માં ઈનપુટ પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (Input PPI) 104.2 રહ્યો છે. જ્યારે જૂન મહિનાનો ટ્રાયલ ઈનપુટ PPI અગાઉના 107.1ના કામચલાઉ અંદાજથી સુધારીને 105.9 કરવામાં આવ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular