Wednesday, September 2, 2026
HomeGeneralઅમદાવાદઃ અક્સમાતનું નાટક કરી 24 લાખની લૂંટ કરનાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

અમદાવાદઃ અક્સમાતનું નાટક કરી 24 લાખની લૂંટ કરનાર ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અક્સમાતનુ નાટક કરીને કાર ચાલકો જોડે લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં તાજેતરમાં બનેલા આ પ્રકારના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વાહન ઉભી રખાવીને લૂંટ કરીતી ગેંગના એક વ્યકિતને ઝડપી પાડયો છે.



અમદાવાદમાં નવરંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીઓમ રેસ્ટોરન્ટ પાસે સાંજના 5 વાગ્યાની આસપાસ એક એકટીવા ઉપર બે વ્યકિતઓ આવીને કાર ચાલકે અક્સમાત કર્યો હોવાનું કહીને કાર ઉભી રખાવી હતી. બંને વચ્ચે ઝઘડો થતા એકટીવા ચાલકના અન્ય બે સાગરિતો બાઈક લઈને આવી ગયા હતા અને કાર ચાલક જોટે તકરાર કરવા લાગ્યા હતા. તે દરમિયાન બાઈક પર આવેલા બે વ્યક્તિઓએ કારમાં ડ્રાઈવર શીટની બાજુમાં રાખેલી રુપિયાની બેગ ચોરીને નાસી છુટયા હતા.

કાર ચાલકને 26,70,000 લાખ રોકડ ભરેલી બેગ ચોરી થયાની જાણ થતા સમગ્ર બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંઘાવી હતી. આ બનાવના આરોપી અંગેની બાતમી ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સટેબલ રમેશભાઈ અને વિક્રમસિંહને મળી હતી. બાતમી આધારે તપાસ પ્રતિક ઉર્ફે પ્રતિક લંગડો કુબેરનગર ભાર્ગવ રોડ પરથી મળી આવ્યો હતો.



પોલીસ પુછપરછમાં સામે આવ્યુ છે પ્રતિક અને તેના સાગરીત એક્ટીવા અને અન્ય બે બાઈક પર ચોરી કરવા માટે નવરંગપુરા ગયો હતા. સાંજના સમયે એક કાર વાળાભાઈ આંગડિયા પેઢીમાંથી મોટી રકમ લઈને કાર સાથે નીકળતા તેનો પીછો કરીને નવરંગપુરા ચાર રસ્તા નજીક આવતા કાર ઉભી રખાવી એકસીડન્ટ થયો છે તેમ કહીને કાર ચાલક સાથે તકરાર કરી હતી તે દરમિયાન રુપિયા ભરેલી બેગની ચોરી કરી હતી. જે ચોરીની રકમ માંથી 8 લાખ પ્રતિકના ભાગમાં આવ્યા હતા. આરોપીને મુદ્દામાલ સાથે નવરંગપુરા પોલીસને સોંપવામાં આવ્યો હતો. આરોપી અગાઉ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્ટીવાની ડેટીમાંથી 11 લાખના દાગીનાના ચોરીના ગુનામાં પકડાયો હતો.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular