Sunday, May 3, 2026
HomeGujaratSuratસુરતમાં એવું તો શું બન્યું કે પરિવારે સામૂહિક આત્માહત્યાનું પગલું ભર્યું

સુરતમાં એવું તો શું બન્યું કે પરિવારે સામૂહિક આત્માહત્યાનું પગલું ભર્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat Mass Suicide Case: સુરતના (Surat) સરથાણાના વિજય નગરમાં વિસ્તારમાંથી સામૂહિક આત્મહત્યાની (Mass Suicide) ઘટના સામે આવી છે. આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યોએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી હતી. જેના કારણે માતા, પુત્રી અને પુત્રનું મૃત્યુ થયું છે. જ્યારે પિતા સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) સારવાર લઈ રહ્યા છે. ઘટનાની જાણ સરથાણા પોલીસને (Sarthana Police) થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ સમ્રગ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

બનાવની વિગત મુજબ, સુરતના સરથાણાના વિજયનગરમાં રહેતા વિનુભાઈ હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ થોડા સમયથી તેમનો પરિવાર આર્થિક તંગીમાં સપડાયો હતો. જેનું કોઈ નિરાકરણના ન દેખાતા પરિવારે અંતે આત્મહત્યાનું પગલુ ભર્યુ છે. ગઇકાલે બુધવારે રાત્રિના 9 વાગ્યાના અરસામાં પરિવારે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પુત્રીએ બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા. જોકે દરવાજો લોક હોવાથી પાડોશીઓ દરવાજો તોડી ઘરમાં ઘૂસતા ત્યાં દંપતી અને બે સંતાનો જમીન તરફાડિયા મારી રહ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. આ મામલે પાડોશીઓ દ્વારા 108 એમબ્યુલેન્સ મારફતે તાત્કાલિક પરિવારના સભ્યોને સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિવારના 4 સભ્યોમાંથી પત્ની શારદા બેન, પુત્રી સુશીલા અને પુત્ર ગરીશનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે પિતા વિનુભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ જીવણ મરણ વચ્ચે લડાઈ લડી રહ્યા છે.

- Advertisement -

આ મામલે સમ્રગ ઘટનાની જાણ સરથાણા પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી પરિવારના સામૂહિક આત્મહત્યા પાછળ આર્થિક તંગી જવાબદાર છે કે પછી કોઈ અન્ય કારણ તે દિશામાં તપાસ હાથધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular