નવજીવન ન્યૂઝ, સુરત : સુરત શહેરના યોગી ચોકમાં પાટીદાર યુવકે ઝેર ગટગટાવ્યા બાદ વીડિયો બનાવીને જીવનનો અંત આણ્યો છે. હીરા દલાલીમાં પચાસેક લાખ રૂપિયાનું દેવું થઈ જતાં લેણદારો ઉઘરાણી કરી રહ્યાં હતાં. અલગ અલગ ત્રણ વીડિયોમાં યુવકે રડતા રડતા કહ્યું કે, મારાથી જીવાતુ નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા (ઉ.40) યોગીચોક વિસ્તારમાં આવેલા શગુન રેસીડેન્સીમાં બે સંતાન સહિતના પરિવાર સાથે રહેતા હતા. સંદીપ ચોડવડિયાએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સંદીપે વીડિયોમાં કહ્યું છે કે, “હું મરવા જઈ રહ્યો છું અને આમાં કોઈની ભૂલ નથી, હું મારા પરિવારને દોષ નથી આપતો. મેં માર્કેટમાંથી પૈસા લીધા હતા અને હું અત્યારે પૈસા આપવા માટે સક્ષમ નથી.
ડીસીપી આલોક કુમારે સંદીપ ચોડવડિયાના આપઘાત કેસમાં કોઈ ચોક્કસ વ્યક્તિએ મજબૂર કર્યા હોવાના પુરાવા નથી મળ્યા હોવાનું જણાવ્યું છે. આ મામલે મૃતકના પત્ની અને પરિવારજનોની પૂછપરછ કરીશું. નાણાની લેવડદેવડમાં દબાણના પુરાવા મળશે તો આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો નોંધીશું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








