Wednesday, July 8, 2026
HomeGujaratSuratસુરતમાં આર. સી. બુકના નામે થઈ ઠગાઇ, સાયબર ઠગોનો નવો કીમિયો

સુરતમાં આર. સી. બુકના નામે થઈ ઠગાઇ, સાયબર ઠગોનો નવો કીમિયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ મધ્યમોના જેટલા ફાયદા છે, તેટલા જ તેના ગેરફાયદા પણ છે. પહેલા લોકોને લાલચ આપીને અને ભોળવીને છેતરપિંડી કરવાની જેવી ઘટનાઓ સામે આવતી હતી, તેવી જ રીતે હવે લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી લાલચ આપીને કે ભોળવીને છેતરપિંડી કરવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતમાં (Surat) પણ આવી જ એક ઓનલાઈન ફ્રોડની (Online Fraud) ઘટના સામે આવી છે, જેમાં સાયબર ઠગોએ (Cyber Thug) RTOના નામે છેતરપિંડી (RTO Fraud) કારવાનું શરૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના એક વ્યક્તિએ સુરત ક્રાઈમ બ્રાંચમાં (Surat Crime Branch) ઓનલાઈન ફ્રોડ થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીની ફરિયાયદ મુજબ, એક અજાણ્યા નંબર પરથી ફરિયાદીને મેસેજ આવ્યો હતો કે તમારા વાહનની આર. સી. બુક ડીએક્ટિવ થઈ ગઈ છે. જેને ફરીથી એક્ટિવ કરવા માટે તમે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકો છો. જ્યારે ફરિયાદીએ લિંક ઓપન કરી તો તેમના એકાઉન્ટમાંથી 11 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદીને લાગ્યું કે તેમની સાથે ઓનલાઈન ફ્રોડ થયું છે માટે તેમણે સુરત સાયબર ક્રાઈમ બ્રાંચમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, અવાર-નવાર આવી રીતે અજાણ્યા નંબર પરથી આવતા મેસેજની લિંક ઓપન કરવાના કારણે ઠગાઇ થવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તેમ છતાં ઘણા લોકો હજુ પણ અજાણ્યા નંબર પરથી આવતી લિંક ઓપન કરે છે. ગુજરાત પોલીસ દ્વારા પણ સાયબર ફ્રોડને લઈને અનેક કાર્યક્રમો કરવામાં આવે છે અને સૂચનો કરવામાં આવે છે કે અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક ખોલવી નહીં. તેમ છતાં લોકો આવા ઠગોની વાતમાં આવી જાય છે અને બાદમાં પોતાના પૈસા ગુમાવી બેસે છે. જેથી તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ અને અજાણ્યા નંબરથી આવેલી લિંક ઓપન ન કરવી જોઈએ અને અજાણ્યા નંબરથી આવેલા મેસેજનો વિશ્વાસ પણ ન કરવો જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular