Monday, June 29, 2026
HomeGeneralસુરતમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકાવવા માટે સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું...

સુરતમાં વધતાં જતાં ક્રાઇમ રેટને અટકાવવા માટે સુરત પોલીસ કમિશનરે બહાર પાડ્યું આવું જાહેરનામું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં વધતા જતાં ક્રાઇમના કારણે સુરત હવે ગુજરાતનું ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતના પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ગ્રીષ્માની હત્યા બાદ સુરતમાં મહિલા સંબંધિત અપરાધો અને અન્ય અપરાધો અટકાવવા માટે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ગુનો થતો અટકાવવા અને જો થાય તો પીડિતોને શક્ય હોય તેટલું જલ્દી ન્યાય અપાવવા માટે સુરત પોલીસને સૂચન કરવામાં આવ્યું છે.

ગ્રીષ્મા વેકરીયા કેસ બાદ મહિલા સંબંધિત ગુના અટકાવવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ સ્કૂલ, કોલેજ કે ટ્યુશન ક્લાસની બહાર પુરૂષોને કામ વગર બેસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેને સજા કરવામાં આવશે તેવી પણ જાહેરાત સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ જાહેરનામું એપ્રિલ 17 સુધી લાગુ રહેશે.

- Advertisement -



આ ઉપરાંત સુરત પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, “દરેક પોલીસ સ્ટેશનના PI મહિલાઓને ચોક્કસ સમય ફાળવે તેમજ તેમની સમસ્યાનું જલ્દી નિદાન આવે તેવા પ્રયત્નો કરે. મહિલા સંબંધિત કેસમાં DCP-ACP ખાસ મોનિટરિંગ કરશે. કોઈ પણ અરજી પેન્ડિંગ ન રહેવી જોઈએ. તેમજ દરેક પોલીસ સ્ટેશનના PI તેમના વિસ્તારની મહિલાઓને મળશે અને તેની સમસ્યા અંગે વાત કરશે.”

છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા કપલ બોક્સ હોય તેવી જગ્યાઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પોલીસ કમિશનરે અન્ય એક જાહેરનામું બહાર પાડીને કપલ બોક્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હોટલ, કાફે અને કોફી શોપમાં કપલ બોક્સ રાખી શકશે નહીં તેમજ આ તમામ સ્થળોએ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી બેઠક વ્યવસ્થા હોવી જોઈએ તેવો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular