Monday, June 1, 2026
HomeGujaratમહારાષ્ટ્રથી બે મહિલા ડ્રગ્સ સાથે ગુજરાત આવી, સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી

મહારાષ્ટ્રથી બે મહિલા ડ્રગ્સ સાથે ગુજરાત આવી, સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ ગુજરાતમાં દારૂની જેમ હવે ડ્રગ્સ પણ છાછવારે પકડાતો હોવાનું સામે આવી રહ્યું છે. દરિયાઈ માર્ગ, રોડ માર્ગ અને રેલ્વે મારફતે ડ્રગ્સ ઘુસાડવાનો સતત પ્રયત્ન થતો હોય છે. તેવામાં અનેક વખત પોલીસની બાજ નજરના કારણે પેડલર્સને ડ્રગ્સ સાથે પકડી પાડવામાં આવતા હોય છે. ત્યારે સુરત ક્રાઈમબ્રાન્ચે માહિતીના આધારે રેલ્વે મારફતે મહારાષ્ટ્રથી ગુજરાતમાં ડ્રગ્સ લઈને આવેલી બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે બે મહિલાઓ ડ્રગ્સ લઈને ગુજરાત આવી રહી હોવાની માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળતા પોલીસની ટીમે તપાસ હાથ ધરી વોચ ગોઠવી હતી. માહિતીના આધારે સરદાર નગર માર્કેટના રસ્તા પાસેથી બે મહિલાઓને ઝડપી પાડ્યા હતા. જેનું નામ હીના શેખ અને હસમત સૈયદ છે. બંને મહિલાઓ પાસેથી 20 લાખ 90 હજારની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંને મહિલાઓની ધરપકડ કરી 21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

- Advertisement -

ડ્રગ્સ સાથે પકડાયેલી બંને મહિલાઓની ઉંમર 30થી 40 વર્ષની છે. બંને મહિલાઓ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 11 મહિનામાં જ 5200 કરોડનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યા છે. સાથે જ 6500 વ્યક્તિઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular