નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ Sikkim Avalanche, મંગળવારે બપોરે સિક્કિમમાં દર્દનાક દુર્ઘટના બની છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ બર્ફીલા તોફાનની ઘટનામાં 150 જેટલા લોકો બરફ નીચે દટાયા હોવાની આશંકા છે સાથે જ 6 લોકો મૃત્યુ પામ્યા છે. આ ઘટના આજે મંગળવારે બપોરે 12.20 કલાક આસપાસ બની છે. ગેંગટોકને નાથુલાથી જોડનાર જવાહરલાલ નેહરુ માર્ગ પર આ ઘટના બની છે. હાલ અહીં રેસ્ક્યૂ ઓપરેશન્સ ચાલુ છે. જેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જે અહીં દર્શાવી રહ્યા છીએ.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના 14મા માઈલસ્ટોન પર થઈ છે ગઠના વાળા વિસ્તારમાં 13મા માઈલ્સ્ટોન સુધી જવાના પાસ ઈશ્યૂ કરવામાં આવે છે. તેના આગળ જવાની પરવાનગી હોતી નથી. કહેવાઈ રહ્યું છે કે પ્રવાસીઓ જવાહરલાલ નેહરુ માર્ગ પર 14મા માઈલસ્ટોન સુધી ચાલ્યા ગયા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી.
આ ઘટના બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તુરંત રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું હતું. 22 લોકોને બચાવવામાં આવ્યા હતા. તેમાંથી 6ને ઊંડી ખીણમાંથી કઢાયા હતા. વૈજ્ઞાનીક પણ હાલ એ કહેવામાં સક્ષમ નથી કે હિમસ્ખલન ક્યારે અને ક્યાં થશે. જેના કારણે આવી ઘટનાઓ થાય ત્યારે અગાઉથી જાણકારી મળતી નથી અને હિમસ્ખલન થવાને કારણે લોકોના જીવ જાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








