Sunday, July 13, 2025
HomeGujaratબિપોરજોયના પગલે દરિયાકાંઠે 10 નંબરના સિગ્નલ, સૌરાષ્ટ્ર કચ્છ પર તોળાઇ રહ્યું છે...

બિપોરજોયના પગલે દરિયાકાંઠે 10 નંબરના સિગ્નલ, સૌરાષ્ટ્ર કચ્છ પર તોળાઇ રહ્યું છે જોખમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કચ્છ: Cyclone Biparjoy effect: અરબી સમુદ્રમાં સક્રિય બનેલું બિપોરજોય વાવઝોડું (Biparjoy Cyclone) ગુજરાતમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યકત કરાઇ રહી છે. જેને લઈ દરિયાઈ વિસ્તારનું વહવટી તંત્ર એલર્ટ બન્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છને બિપોરજોય વાવઝોડું ઘમરોળશે જેને લઈ ભારે નુકશાનીનો ડર સતાવી રહ્યો છે. હાલ ગુજરાતના તમામ દરિયાકિનારા એલર્ટ મોડ પર જોવા મળી રહ્યા છે. ગુજરાતથી બિપોરેજોય 320 કિલોમીટર દૂર જોવા મળી રહ્યું છે અને આગામી 15 જૂન સુધી ગુજરાતમાં વાવઝોડાનું (Cyclone in Gujarat) આગમન થઈ શકે છે. ત્યારે વાવઝોડાની ગંભીરતા પારખી કચ્છના દરિયાકિનારા પર કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઉપરાંત NDRF અને SDRFની ટીમો સાથે મરીન પોલીસનો કાફલો પણ તમામ દરિયાકિનારે ખડકી દેવાયો છે.

બિપોરજોય વાવઝોડાની અસર પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેના પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાના રૌદ્ર સ્વરૂપને જોતા વહીવટી તંત્રએ સહેલાણીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી દરિયાકાંઠે પ્રવેશ પર પ્રતિબંધ લાધ્યો છે. તેમજ દરિયાકિનારાઓ પર અલગ-અલગ સિગ્નનલ લગાવામાં આવ્યા છે. જેમાં કચ્છમાં 10 નંબરનું સિગ્નલ, જૂનાગઢના માગરોળમાં 3 નંબરનું સિગ્નલ, ગીર સોમનાથમાં 3 નંબરનું સિગ્નલ, પોરબંદરમાં 10 નંબરનું સિગ્નલ,દ્વારકા ઓખા બંદર પર 10 નંબરનું સિગ્નલ, જામનગરના બેડી બંદર પર 9 નંબરનું સિગ્નલ અને મોરબીના નવલખી બંદર પર 10નંબરનું સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે.

- Advertisement -

મહત્વની વાત છે કે, પવનની ગતિ જ્યારે 89થી 102 કિમીની હોય ત્યારે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. બિપોરજોય વાવાઝોડાના ખતરાના પગલે ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાઈ વિસ્તારોમાં આવેલા જિલ્લાના કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. તેમજ તમામ સ્થિતિને પહોંચી વળવા આદેશ પણ કર્યા છે. બિપોરજોય વાવાઝોડાના પગલે ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેનાથી તમામ દરિયાની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે.

બિપોરજોય વાવાઝોડાના સંકટને લઈ જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં તા 12, 13, 14 એમ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે જિલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળામાં એક દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તદઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીએ સરકારી, અર્ધસરકારી, અને ખાનીગ શાળોઓમાં રજા જાહેર કરવા આદેશ આપ્યા છે.

આ ઉપરાંત અહેવાલ મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં બિપોરજોય ત્રાટકવાની આશંકાને જોતા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. જેમાં ગુજરાતના મુખ્ય સચિવ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

- Advertisement -

બિપોરજોય વાવઝોડા બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. પરંતુ હાલ વાવાઝોડાએ ગુજરાતમાં ફરી એકવાર ભારે નુકશાનની ચિંતા વધારી છે. સંભવિત વાવઝોડાના પગલે દરિયાકાંઠા નજીક આવેલા રહેણાંક વિસ્તારોને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ વાવાઝોડા પહેલા જ દરિયાથી ખુબ નજીક આવેલા કેટલાક વિસ્તારોમાં દરિયાના પાણી ફરી વળ્યા છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠે વસતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે તેમ તેની ગતિ જોર પકડી રહી છે. ત્યારે શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે કે જો વાવઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારે નુકશાન પહોંચી શકે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular