Wednesday, July 8, 2026
HomeBusinessઓછા વરસાદની શક્યતા જોતાં સોયા કોમ્પ્લેક્સમાં ભાવો ઊર્ધ્વ ગતિમાન રહેશે

ઓછા વરસાદની શક્યતા જોતાં સોયા કોમ્પ્લેક્સમાં ભાવો ઊર્ધ્વ ગતિમાન રહેશે

- Advertisement -

આર્જેન્ટિનાનો સોયા પાક બે દાયકામાં સૌથી ઓછો નોંધાયો

અમેરિકન કૃષિ મંત્રાલય ૨૦૨૩-૨૪ના વૈશ્વિક સોયાપાક વિષે ખુબજ આશાવાદી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વપરાશકાર દેશો તરફથી સોયાતેલની જબ્બર માંગ નિકળવાને લીધે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર ગત સપ્તાહે સોયાબીન બેન્ચમાર્ક વાયદો ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યો હતો. આમતો સોયાતેલની તેજીએ સોયાબિનને ઊંચે જવામાં મદદ કરી હતી. ૩૧ મે એ સોયાબીન ઓઇલ વાયદો ફેબ્રુઆરી ૨૦૨૧ની બોટમે પહોંચી ગયા પછી અત્યાર સુધીમાં ૨૨ ટકા ઉછળ્યો હતો. ફ્યુચર્સ ઇન્ટરનેશનલના કોમોડિટી એનાલિસ્ટે કહ્યું હતું કે છેલ્લા કેટલાંક સપ્તાહથી બાયઓફયુઆલ બનાવનારાઓની સોયા તેલમાં અને કેટલાંક ખધયતેલ બનાવનારા એન્ડ યુઝરે હાજર બજારમાંથી માલ પકડવાનું શરૂ કર્યું હતું.

શુક્રવારે સોયાબીન જુલાઇ વાયદો ૧.૭૧ ટકા વધીને ૧૩.૮૬ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) બોલાયો હતો, જે ૧૬ મે પછીનો નવી ઊંચો ભાવ હતો. ૨.૫ ટકાની સાપ્તાહિક વૃધ્ધિ નોંધાઈ હતી. પણ ગયા મહિને તે સરેરાશ બે ટકાનો ઘટાડો દાખવતો હતો. અલબત્ત, ૯ મે ૨૦૨૨ના ભાવ ૧૪.૧૪ ડોલરથી તુલના કરી તો તે ઘટીને ૧૩.૮૬ ડોલર રહ્યો હતો. ૯ જૂન ૨૦૨૨એ ભાવ ૧૫.૫૯ ડોલર હતો, જે ૨૦૨૨નો સૌથી ઊંચો હતો.

- Advertisement -

અમેરિકન કૃષિ મંત્રાલય (યૂએસડીએ)એ તેના જૂન અહેવાલમાં કહ્યું હતું કે ૨૦૨૨-૨૩નો સોયાબીન વર્ષાન્ત સ્ટોક ૧૫૦ લાખ બુશેલ વધીને ૨૩૦૦ લાખ બુશેલ રહ્યો હતો. યૂએસડીએ તેના વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડ (વાસદા) અનુમાનોમાં કહે છે કે અમેરિકન સોયાબીન નિકાસ ૨૦,૦૦૦ લાખ બુશેલનો ઘટાડો થશે. સોયાબીન યીલ્ડ બાવન બુશેલ પ્રતિ એકર આવ્યું છે. આ અહેવાલ પછી બજારમાં અફરાતફરી જોવાઈ હતી, હવે અમેરિકા, ઈયુ, અને બ્લેક-સી દેશોમાં હવામાન કેવી રંગત લાવે છે તે જોવાનું રહેશે. આ બધા દેશોમાં વરસાદની તાતી જરૂર છે. શિકાગો સ્થિત એગ્રીરિસોર્સ રિસર્ચ કંપની કહે છે કે અનુમાન કરતાં ઓછા વરસાદની શક્યતા જોતાં ભાવો આ સપ્તાહે ઉપરની તરફ ગતિમાન રહેશે.

અમેરિકન કૃષિ મંત્રાલયનો વાસદા અનુમાન અહેવાલ કહે છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં આર્જેન્ટિનાનો સોયા પાક ૨૦ લાખ ઓછો ૨૫૦ લાખ ટન આવશે, તેથી વર્ષાન્ત સ્ટોક ૧૦૧૩ લાખ ટન મુકાયો છે. બુઓનીસ એરિસ ગ્રેન એક્સ્ચેન્જ કહે છે કે આર્જેન્ટિનામાં સોયા પાક લણણી ૯૪ ટકા પૂર્ણ થઈ ગઈ છે. તેણે નવા પાકનો અંદાજ ૨૧૦ લાખ ટન મૂકીને કહ્યું કે ગત વર્ષ કરતાં ઊપજ (યીલ્ડ) ખૂબ ઓછી આવતા આ પાક બે દાયકામાં સૌથી ઓછો નોંધાયો છે. બ્રાઝિલનો સોયાપાક ૧૫૬૦ લાખ ટન અનુમાનિત છે.

અલબત્ત, અમેરિકન કૃષિ મંત્રાલય ૨૦૨૩-૨૪ના સોયાપાક વિષે ખુબજ આશાવાદી છે. તેણે આર્જેન્ટિનાનો પાક ૪૮૦ લાખ ટન અને બ્રાઝિલ જે આખા વિશ્વમાં ૪૦ ટકા ઉત્પાદન હિસ્સો ધરાવે છે તેનો પાક વિક્રમ ૧૬૩૦ લાખ ટન અંદાજયો છે. આર્જેન્ટિનામાં તેલમિલો ગતવર્ષની તુલનાએ વેગથી પીલાણ કરી રહી છે, સોય-ડોલર એક્સચેન્જમાં મોટો ફાયદો થતો હોવાથી ખેડૂતોએ તેમનો ઊભો પાક વહેલો બજારમાં ઉતારી દીધો હતો. પીલાણ મિલોએ પણ સારો એવો માલ સ્ટોક કરી લીધો હતો, એટલુંજ નહીં છેલ્લા કેટલાંક મહિનાઓથી તેમની આયાતમાં ધરખમ વધારો થયો છે.

- Advertisement -

૨૦૨૩ના પ્રથમ ચાર જ મહીનમામાં આર્જેન્ટિનાએ ૩૦ લાખ ટન સોયાબીનની આયાત પાડોશી દેશો, બ્રાઝિલ, પેરુગવેથી કરી લીધી હતી, સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં આ આયાત ૮૭ લાખ ટને પહોંચવાનો અંદાજ છે. નસીબજોગે આર્જેન્ટીનાના મિલરો તેના પાડોશી દેશોમાં તેલની નિકાસ પણ સારી એવી કરી શકે છે. પરંપરાગત રીતે આર્જેન્ટિનાનો સૌથી મોટો સપ્લાયર પેરુગ્વે છે, જેણે જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૨૬ લાખ ટન સોયાબિનની નિકાસ કરી હતી.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular