નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ સચિન વિશ્નોઈની અઝરબૈજાનમાં અટકાયત કરવામાં આવી છે. સચિન વિશ્નોઈએ સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની જવાબદારી લીધી હતી. સચિન વિશ્નોઈનો નકલી પાસપોર્ટ દિલ્હીના સંગમ વિહાર વિસ્તારના એક સરનામે બનાવવામાં આવ્યો હતો.
આ નકલી પાસપોર્ટમાં સચિન વિશ્નોઈનું નકલી નામ તિલક રાજ તુટેજા, પિતાનું નામ ભીમ સિંહ, મકાન નંબર 330, બ્લોક F3 સંગમ વિહાર નવી દિલ્હી 110062 લખવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, સચિન વિશ્નોઈ હત્યાકાંડના લગભગ એક મહિના પહેલા 21 એપ્રિલ પછી આ નકલી પાસપોર્ટ દ્વારા દુબઈ ભાગી ગયો હતો, ત્યારબાદ ત્યાંથી અઝરબૈજાન ગયો હતો. પરંતુ હવે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.








