નવજીવન ન્યૂઝ. શ્રીલંકા: પોતાના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક તબક્કાનો સામનો કરી રહેલા શ્રીલંકાના પૂર્વ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને ગુરુવારે દેશના આગામી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 225 સભ્યોની સંસદમાં રાનિલ વિક્રમસિંઘે પાસે માત્ર એક જ બેઠક છે. યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી)ના 73 વર્ષીય નેતા વિક્રમસિંઘેએ બુધવારે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે સાથે વાત કરી હતી. આ પહેલા યુએનપીના વરિષ્ઠ નેતાઓએ કહ્યું હતું કે વિક્રમસિંઘેને આજે (સ્થાનિક સમય પ્રમાણે) સાંજે 6.30 વાગ્યે રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા વડાપ્રધાન પદના શપથ લેવડાવવામાં આવી શકે છે.
2020ની સંસદીય ચૂંટણીઓમાં, દેશની સૌથી જૂની પાર્ટી, યુએનપી, જિલ્લાઓમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી. પાર્ટીના ગઢ ગણાતા કોલંબોના ઉમેદવાર વિક્રમસિંઘેને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેમણે કુલ રાષ્ટ્રીય મતના આધારે યુએનપીને ફાળવવામાં આવેલી એકમાત્ર રાષ્ટ્રીય સૂચિ દ્વારા સંસદમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમના નાયબ સજીથ પ્રેમદાસે અલગ પડેલા એસજેબીનું નેતૃત્વ કર્યું હતું અને મુખ્ય વિપક્ષ તરીકે પોતાની છાપ ઉભી કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ પ્રેમદાસે રાષ્ટ્રપતિને એક ખુલ્લો પત્ર લખીને દેશના આગામી વડાપ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
દેશના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને 2018માં તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ પદ પરથી હાંકી કાઢ્યા હતા. જો કે બે મહિના બાદ તેમને ફરીથી વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે વચગાળાના વહીવટનું નેતૃત્વ કરવા માટે તેમને ક્રોસ પાર્ટી સપોર્ટ છે જે છ મહિના સુધી ચાલશે. સૂત્રોએ જણાવ્યું હતું કે મુખ્ય વિપક્ષી પાર્ટી સામગી જન બાલ્વેગયા (એસજેબી)ના એક વર્ગ શાસક શ્રીલંકા પોદુજાના પેરામુના (એસએલપીપી)ના સભ્યોએ અને કેટલાક અન્ય પક્ષોએ બહુમતી દર્શાવવા માટે સંસદમાં વિક્રમસિંઘેને ટેકો જાહેર કર્યો હતો.
યુએનપીના અધ્યક્ષ વજીરા અભયવર્ધનાએ કહ્યું છે કે વિક્રમસિંઘે નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા બાદ સંસદમાં બહુમતી મેળવી શકશે. વિક્રેમસિંઘે મહિન્દા રાજપક્ષેના સ્થાને વડા પ્રધાન બન્યા, જેમણે સોમવારે રાજીનામું આપ્યું હતું. વિક્રમસિંઘેને એક એવા નેતા તરીકે જોવામાં આવે છે જે દૂરગામી નીતિઓથી અર્થવ્યવસ્થાનું સંચાલન કરી શકે છે. તેમને દેશના નેતા માનવામાં આવે છે, જે ગંભીર સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય સહયોગની કમાન સંભાળી શકે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.