Monday, October 5, 2026
HomeGujaratઅમદાવાદમાં પત્રકાર અને પોલીસ વચ્ચે એવું ગોઠવાયું કે ગૃહ મંત્રીની ખુરશી હલી...

અમદાવાદમાં પત્રકાર અને પોલીસ વચ્ચે એવું ગોઠવાયું કે ગૃહ મંત્રીની ખુરશી હલી ગઈ | શતરંજ-49

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-49, નવજીવન ન્યૂઝ): હવે પત્રકાર આદેશ માટે પણ ક્રૂશિયલ ટાઇમ હતો. તેને ખબર હતી કે તેણે નિઝામના કેસ ઉપર બારીક નજર રાખવી પડશે, કારણ કે એક તરફ સરકારનું દબાણ હશે, બીજી તરફ અખબારમાં પ્રસિદ્ધ કરવા માટે પોતે સમાચારો માટે પણ દોડવું પડશે. વિવેક પંત સાથે પરિચય હતો. પંત અને આદેશને એક-બીજા માટે પરસ્પર આદર હતો. પંત જે પ્રકારના દબંગ ઑફિસર હતા, તેવા ઑફિસરો આદેશને ગમતા હતા. જ્યારે આદેશ જે પ્રકારનું રિપોર્ટિંગ કરતો હતો, તે પંત જેવા અધિકારીઓને ગમતું હતું. આદેશે પોતાનું વિઝિટિંગ કાર્ડ મોકલાવતાં, તરત જ પંતે તેને બોલાવ્યો. આદેશને જોતાં જ પંત બોલ્યા, “આઇયે ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ.” આદેશ વિચારમાં પડી ગયો. પંત સાથે હાથ મિલાવતાં પૂછ્યું, “સર, મૈં ઍન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ?!” પંતે હસતાં હસતાં જવાબ આપ્યો “અરે ભાઈ, આપ ભી ઍન્કાઉન્ટર કી સ્ટોરિયાં હી લિખતે હો ના?” આદેશને સારું લાગ્યું, તેણે કહ્યું, “સર, નોકરી તો કરની પડેગી. પુલિસ અચ્છા કરતી હૈ, તો વો ભી લિખતે હૈં, ઔર ગલત કરતી હૈ તો વો ભી લિખતે હૈં.” પંતે આદેશ સામે જોતાં કહ્યું, “મુઝે વિશ્વાસ થા, તુમ મુઝે મિલને આઓગે. અચ્છા હૈ. મૈં ભી તુમ્હેં મિલના ચાહતા થા. તુમ નહીં આતે તો મૈં ફોન કર લેતા.”

આદેશની ઉત્સુકતામાં વધારો થયો. પંત તેને કેમ મળવા માગતા હતા, તેની આંખો બધું જ બોલતી હતી. આદેશ કંઈ પૂછે તે પહેલાં જ પંતે વાત આગળ વધારતાં કહ્યું, “દેખો આદેશ, આપકા ઔર મેરા કામ એક જૈસા હૈ. આપ ભી ઇન્વેસ્ટિગેશન કરતે હો, ઔર હમ ભી. મુઝે માલૂમ હૈ આપકે કામ ઔર સૉર્સ કે બારે મેં કુછ મદદ હમેં ભી હો જાય તો અચ્છા રહેગા. ઐસે ભી મૈં કાફી વક્ત સે આઈબી મેં થા, ઇસ લિયે મેઇન સ્ટ્રીમ સે કટઑફ થા.” આદેશને મજા પડી. તેને સ્ટોરી પણ મળવાની હતી અને પંત જેવા અધિકારી સાથે કામ પણ કરવાનું હતું. આદેશે પૂછ્યું, “સર, અગર આપ મુઝે કેસ કી મિસિંગ લિંક્સ બતાયે તો મૈં ઉસ પે કામ કર સકતા હૂં.” તે જ વખતે ઇન્સ્પેક્ટર વિનોદ પરમાર પંતની ચેમ્બરમાં કેટલાક કેસ-પેપરો લઈને આવ્યા. પરમાર અને આદેશ પહેલાં ક્યારેય મળ્યા ન હતા, એટલે આદેશને જોતાં જ પંત સામે જોઈને બોલ્યા : “સર, મૈં બાદ મેં આતા હૂં.” પંતે કહ્યું, “નહીં નહીં પરમાર, આઇયે, યે તો હમારે દોસ્ત હૈ. અબ તો હમારે કામ મેં મદદ ભી કરેંગે… ઉનસે ક્યા છુપાના?” પંતને ખ્યાલ આવી ગયો, કે આદેશ અને પરમાર બંને એકબીજાને મળ્યા નથી, એટલે તેમણે કહ્યું, “પરમાર, આપ ઇનસે નહીં મિલે? યે આદેશ હૈ.” આદેશનું નામ સાંભળતાં તરત પરમાર બોલ્યા, “સર ઇનકા નામ તો કાફી બાર સુના ઔર પઢા હૈ, લેકિન મુલાકાત નહીં હુઈ થી.” પરમાર અને આદેશ બંનેએ હાથ મિલાવ્યા. આદેશ પરમારને મળવા માગતો જ હતો, પણ સારું થયું કે પંતની હાજરીમાં તેમની મુલાકાત થઈ ગઈ. પરમારે આદેશની કઈ કઈ સ્ટોરીઓ વાંચી હતી, તેની વાતો કરી.

- Advertisement -

ત્યાં જ પંતને કંઈક યાદ આવ્યું તેમ તેમણે પરમાર સામે જોતાં કહ્યું, “પરમાર, અભી આદેશ પૂછ રહા થા મિસિંગ લિંક્સ કે બારે મેં.” પરમારે કહ્યું, “હૈ ના? અભી તક યહ ક્લિયર નહીં હુવા કિ નિઝામ ઔર રૂપા કે સાથ બસ મેં સે તીસરે આદમી કો ઉતારા વો કૌન થા.” આદેશ માટે આ નવી વાત હતી. રૂપા ગાયબ હતી તે વાતની તેને ખબર હતી પણ બસમાંથી ત્રણ વ્યક્તિઓને ઉતારવામાં આવી હતી. તે પહેલી વખત સાંભળી રહ્યો હતો. પંતે કહ્યું, “હમારે પાસ વિટનેસ હૈ જિન્હોંને નિઝામ, રૂપા ઔર તીસરે આદમી કો બસ મેં સે ઉતરતે દેખા હૈ. અગર હમેં વો આદમી કૌન થા, મિલ જાય તો બડા કામ હો જાયેગા.” આદેશે સવાલ કર્યો : “લેકિન સર અભી તક તો રૂપા કા ભી પતા નહીં ચલા.” પરમારે તરત કહ્યું : “છેલ્લે રૂપા ગોલ્ડન ફાર્મમાં જોવામાં આવી હતી. તેનો વિટનેસ પણ આપણી પાસે છે. પણ ત્યાર બાદ રૂપા ક્યાં ગઈ તેની ખબર નથી.”

આદેશે કહ્યું, “ઉસકા મતલબ સર, અભી હમેં રૂપા ઔર તીસરે આદમી દોનોં કો ઢૂંઢના હૈ.” પંતે હકારમાં માથું ધુણાવ્યું. આદેશે વિચાર કરીને કહ્યું, “સર, મૈં અપને સૉર્સ કો કામ પે લગાતા હૂં, લેકિન આપ કો એક બાત બતાઉં… યે પૂરા ગેમ સાઇકૉલૉજિકલ વૉર હૈ. ઇસ કેસ મેં જો ઑફિસર સામિલ હૈ ઉનમેં ડર ખડા કરના જરૂરી હૈ. ડર ઉનકો તોડ દેગા ઓર ઉનમેં સે કુછ લોગ હમારે વિટનેસ હો સકતે હૈં.” વિવેક પંત પોતાની ખુરશીમાંથી થોડા આગળ આવ્યા. તેમને આદેશની વાતમાં દમ લાગ્યો, પણ, આદેશની સ્ટ્રેટેજી શું છે તેની ખબર પડી નહીં. આદેશ શું કરવા માગે છે, તે સ્પષ્ટ કરતાં કહ્યું, “સર, આપ મુઝે સ્ટોરી બતાઓ વૈસા ઇરાદા નહીં હૈ, લેકિન કુછ સિલેક્ટિવ લીકેજ કરના પડેગા, રોજ નહીં તો એક-દો દિન છોડકે અખબાર મેં નિઝામ મર્ડર કેસ કી સ્ટોરીઝ ચલની ચાહિયે. ખાસ તૌર પે, સીઆઇડી ક્રાઇમ કે પાસ ખૂબ સારે સબૂત હૈ, ઉસ મતલબ કે. આપ કો કિસી ઔર અખબારવાલોં કો કુછ નહીં બતાના હૈ, વો મૈં મૅનેજ કર લૂંગા.”

પંત વિચારી રહ્યા હતા ત્યારે આદેશે કહ્યું, “માન લો આપ કિસી કો સમન્સ કરતે વો ન્યૂઝ, અખબાર મેં આયેગા તો આપ જિસકો સમન્સ કરતે હો ઉસ પર ઉસકે ફૅમિલી કા સોશિયલ પ્રેસર બઢેગા, ઐસે કેસ મેં મૈંને દેખા હૈ કી જબ ફૅમિલી કા પ્રેસર બઢતા હૈ, આદમી સચ બોલતા હૈ.” વિવેક પંતના ગળે વાત ઊતરી ગઈ હતી. તેણે પરમાર સામે જોયું. પરમારે પણ સંમત હોય તેમ માથું હલાવી હા પાડી. તરત જ પંતે કહ્યું, “એક કામ કરો. નિઝામ ઔર રૂપા ગોલ્ડન ફાર્મ મેં થે વો ન્યૂઝ આજ ચલા દો. ધ્યાન રહે, હમ દોનોં કા નામ ન આયે.” આદેશના ચહેરા ઉપર એક કરોડની લૉટરી લાગી હોય તેવો આનંદ હતો, આ મોટા બ્રેકિંગ ન્યૂઝ હતા. તેનું પણ કામ થયું હતું. જોકે તેની જવાબદારી પણ વધી હતી. તેણે હવે પંતને આ કેસમાં મદદ પણ કરવાની હતી.

- Advertisement -

આદેશ જ્યારે પંતને મળી નીકળી રહ્યો હતો, ત્યારે પંતે તેને કહ્યું, “આદેશ, પરમાર તુમ્હારે સંપર્ક મેં રહેંગે.” પછી તરત કહ્યું, “લેકિન ઐસા કરો, આપ સીઆઇડી ક્રાઇમ મેં મત આના. હમ કહીં બહાર મિલા કરેંગે. યહાં કાફી લોગોં કી નજર હોતી હૈ.” આદેશને પણ વાત સાચી લાગી. બીજા દિવસના અખબારમાં આદેશની બાયલાઇન સાથેની હેડલાઇન સ્ટોરી હતી. આ સમાચારે પોલીસ અને અખબારી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. નિઝામ અને રૂપાને અમદાવાદ-ગાંધીનગર હાઇવે ઉપર રાખવામાં આવ્યા હતા, તે સમાચાર બધા પહેલી વખત વાંચી અને જાણી રહ્યા હતા. એટીએસ, ક્રાઇમ-બ્રાન્ચ અને મંત્રી અમર ઠાકોરની મંડળીને ધ્રાસકો પડ્યો હતો કે સીઆઇડી ક્રાઇમ નહીં કરવાની તપાસ, કરવાના નિર્ણય તરફ આગળ વધી રહી છે! જ્યારે અન્ય અખબારો આ ન્યૂઝ ચૂકી ગયા હોવાનો કકળાટ હતો. ઇન્દ્રસિંહ જાડેજાએ સવારે સમાચાર વાંચતાં તરત વિવેક પંતને ફોન કર્યો હતો. પંતના ચહેરા ઉપર એક પ્રકારનો વિકૃત આનંદ હોય તેવું હાસ્ય હતું. તેમણે ફોન ઉપાડ્યો અને પોતે સમાચારથી અજાણ હોય તેમ કહ્યું, “બતાયે જાડેજા, સુબહ સુબહ કૈસે યાદ કિયા?” જાડેજાને આશ્ચર્ય થયું કે, આટલા મોટા સમાચાર હોવા છતાં પંત અજાણ હતા! જાડેજાએ કહ્યું : “સર, આજ આદેશ કી સ્ટોરી નહીં પઢી?! અરે સરજી, કુછ કરો… યે પરમાર ક્યા કર રહા હૈ?” જે ચોર હોય તેને વધુ ચિંતા થાય. તેવી સ્થિતિ જાડેજાની હતી. જાડેજા આખી તપાસ ક્રાઇમ-બ્રાન્ચ તરફ લઈ વછરાજાનીને ફસાવવા માગતા હતા, પણ હવે મનમાં ક્યાંક ક્યાંક ડર લાગી રહ્યો હતો કે પોતે જ પોતાની ચાલમાં ફસાઈ જાય નહીં. પંતે જાડેજાને કહ્યું, “દેખો જાડેજા, મૈંને અભી અખબાર પઢે નહીં, ઔર પરમાર ક્યા કર રહા હૈ? મેં દેખ લેતા હૂં. મુઝે લગતા હૈ, તુમ હાઇપર હો રહે હો.” તરત જાડેજાએ કહ્યું, “નહીં નહીં સર, ઐસી બાત નહીં, અભી તક મંત્રીજી કા ફોન આયા નહીં, લેકિન જરૂર આયેગા, મૈં ક્યા જવાબ દૂં મુઝે સમજ નહીં આતા.”

પંતે શાંતિથી કહ્યું, “મંત્રીજી કો બોલ દો સુપ્રીમ કોર્ટ કા ઑર્ડર હૈ, કુછ ખાને કી બાત નહીં હૈ. ઓર ઉન્હેં લગતા હૈ કિ હમ કામ નહીં કરતે તો ઉનકો બતા દો ખુદ કેસ સંભાલ કે ફાઇનલ રિપોર્ટ ફાઈલ કર દે.” “નહીં નહીં, સર, એસી બાત નહીં” તેમ કહી વાત વાળી લેતાં જાડેજાએ વિનંતીના સૂરમાં કહ્યું, “સર, રિક્વેસ્ટ હૈ, પુલિસવાલોં કી જિંદગી કા સવાલ હૈ, આપકો તો માલૂમ હૈ, સર, મેરા ભી એક ઇન્સ્પેક્ટર ઔર સબ-ઇન્સ્પેક્ટર ઇસ કેસ મેં હૈ, દોનોં મેરે પાસ આયે થે, મૈંને ઉનકો બતાયા કિ ચિંતા મત કરના.” હવે જાડેજા પોતાના અધિકારી કેતન રાજપૂત અને ઉદય પટેલની જિંદગીની દુહાઈ આપી મદદ માગી રહ્યા હતા. “ઠીક હૈ, બાત કરતે હૈં” તેમ કહી પંતે ફોન મૂક્યો. તે હસ્યા અને તેમણે આદેશને એસએમએસ ટાઇપ કરીને મોકલ્યો : ‘ગુડ સ્ટોરી’.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular