નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 એપ્રિલના રોજ ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા બે વ્યક્તિઓ પકડ્યા હતા. આ બંને વ્યક્તિઓએ પોલીસને જણાવ્યુ હતું કે તેમણે મહેશ આસોદરીયા, હિમાંશુ પટેલ અને અજય મીઠીયા નામના વ્યક્તિઓ પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમવા માટેના આઇડી મેળવ્યા હતા. આ કેસમાં મહેશ આસોદરીયાનું નામ ખૂલતાં રાજકોટનું રાજકારણ ગરમાયું હતું, મહેશ આસોદરીયા રાજકોટ લોધિકા સંઘની જિલ્લા સહકારી બેન્કના પ્રતિનિધિ છે અને સત્તાપક્ષના ઘણા નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે. ગઈ કાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મહેશ આસોદરીયાની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસ તપાસમાં મહેશ આસોદરીયા માત્ર વચેટિયો છે તેવું બહાર આવ્યું.
મહેશ આસોદરીયાનું નામ સામે આવતા જ તેની ગઈ કાલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મહેશ આસોદરીયાની ધરપકડ કરીને પોલીસ દ્વાર તેના મોબાઈલ સહિતના મુદ્દામાલને કબજે લઈને FSLને તપસ માટે મોલવામાં આવ્યો છે. FSL રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી જાણવા મળશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
આ કેસના સંદર્ભમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર જે.વી.ધોળા સાથે વાતચીત દરમિયાન તેમણે નવજીવન ન્યૂઝને જણાવ્યુ હતું કે, “મહેશ આસોદરીયાએ આ આઇડી રાજુ નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યા હતા, રાજુ મૂળ સુરતનો વાતની છે અને મહેશ સાથે તેની મુલાકાત ગોવામાં થઈ હતી. આ બંને વ્યક્તિઓ વચ્ચે વોટ્સએપ દ્વારા આઇડીની આપ-લે થઈ હતી જેના 50 હજાર રૂપિયા રોકડમાં ચૂકવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી આવી બે આઇડી મળી હતી, જેમાં એક આઇડી મહેશ આસોદરીયાએ આપી હતી જ્યારે બીજી બે આઇડી હિમાંશુ પટેલ અને અજય મીઠીયાએ આપી હતી.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











